Tue Aug 25 2026

Logo

રાજકોટમાં ભાજપે વજુભાઈ વાળા, વલ્લભ કથીરિયા સહિત કયા જૂના જોગીઓને સોંપાઈ મોટી જવાબદારી

2026-03-09 11:26:00
Author: Mayur Patel
રાજકોટમાં ભાજપે વજુભાઈ વાળા, વલ્લભ કથીરિયા સહિત કયા જૂના જોગીઓને સોંપાઈ મોટી જવાબદારી

રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે.  રાજકોટ ભાજપમાં વજુભાઈ વાળા, વલ્લભભાઈ કથીરીયા, રમેશભાઈ રૂપાપરા, ધનસુખભાઈ ભંડેરી અને નીતિનભાઈ ભારદ્વાજ સહિતના દિગ્ગજોને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે શહેર ભાજપના વિશેષ આમંત્રિત સભ્યો તરીકે મુકેશભાઈ દોશી, પ્રતાપભાઈ કોટક, કમલેશભાઈ મીરાણી, ગોવિંદભાઈ પટેલ અને કમલેશભાઈ જોશીપુરાના નામોની જાહેરાત કરવામાં આવી છે. સંગઠનને મજબૂત કરવા ડૉ. માધવ દવે દ્વારા આ મહત્ત્વપર્ણ નિર્ણય લેવાયો હતો.

અંજલી રૂપાણીને શેમાં મળ્યું સ્થાન

રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીને પણ સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. રાજકોટ ભાજપના અધ્યક્ષ ડૉ. માધવ દવેએ રાજકોટ મહાનગરના પ્રભારી અનિરુદ્ધ દવે અને રાજકોટ મહાનગરના હોદ્દેદારો સાથે ચર્ચા-વિચારણા કરી કારોબારી સભ્યો, વોર્ડ પ્રભારીના નામો નક્કી કર્યા હતા.

રાજકોટ મહાનગર કારોબારી સભ્ય

રાજકોટ મહાનગરમાં 70 કારોબારી સભ્યના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં અંજલી રૂપાણી,  પીનાબેન કોટક, કશ્યપભાઈ શુક્લ, અશ્વિનભાઈ મોલીયા, કિશોરભાઈ રાઠોડ,   જ્યોતિબેન ટીલા, કિરણબેન માંકડીયા, ઈલાબેન પડીયા, અજયભાઈ પટેલ, પૂજાબેન પટેલ, જયશેભાઈ ધ્રુવ, હર્ષાબા જાડેજા, કિરીટભાઈ શેઠ, અજયસિંહ જાડેજા જેવા નામનો સમાવેશ થાય છે.

 

વોર્ડ પ્રભારીમાં કોનો કોનો થયો સમાવેશ

રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ પ્રભારીમાં પૂર્વેશ ભટ્ટ, મયૂર પાંભર, ભરતસિંહ જાડેજા, જે ડી ભાખર, રસીકભાઈ પટેલ, સંજય ગૌસ્વામી, શૈલેષ જાની, સંજય દવે, ધ્યેય જોશી, રજનીભાઈ ગોલ, નરશીભાઈ કાકડીયા, શૈલેષ હાપલીયા, જીજ્ઞેશ જોષી, જયેશ દવે, વરજાંગભાઈ હુંબલ, ડો. વિજય ટોળીયા, રમેશભાઈ કીયાડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.