Wed Sep 16 2026

Logo

રાજસ્થાનમાં સરહદી વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરીમાં નવી મોડસ ઓપરેન્ડી, મહિલાઓની એન્ટ્રી

2026-08-27 20:13:57
Author: Chandrakant Kanoja
રાજસ્થાનમાં સરહદી વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરીમાં નવી મોડસ ઓપરેન્ડી, મહિલાઓની એન્ટ્રી

Gemini ai image


જયપુર: રાજસ્થાનમાં પણ ડ્રગ્સની દાણચોરી સતત વધી રહી છે. ત્યારે રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ડ્રગ્સની  હેરાફેરીમાં નવી મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી છે. જેમાં દાણચોરી નેટવર્કમાં મહિલાઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. 

 દાણચોરીના નેટવર્કમાં મહિલાઓની સંખ્યામાં સતત વધારો

પોલીસના જણાવ્યા અનુસાર દાણચોરીના નેટવર્કમાં મહિલાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ મહિલાઓ માદક દ્રવ્યોના પુરવઠા, સંગ્રહ અને પરિવહનમાં તેમજ ડ્રગ સંબંધિત આવકનું સંચાલન કરવામાં સક્રિય ભૂમિકા ભજવી રહી હોવાના અહેવાલ છે. 

NDPS કેસમાં 86 મહિલાની ધરપકડ 

ડ્રગની દાણચોરીમાં મહિલાઓની સંડોવણીનો આ વલણ ખાસ કરીને પાકિસ્તાનની સરહદે આવેલા રાજસ્થાન જિલ્લાઓમાં સ્પષ્ટ છે. બિકાનેર, શ્રી ગંગાનગર અને હનુમાનગઢ પોલીસના ડેટા અનુસાર વર્ષ  2026 માં NDPS  કેસોના સંબંધમાં આ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 86 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.

બિકાનેરમાંથી 20 મહિલાઓની ધરપકડ કરવામાં આવી

આ આંકડામાં હનુમાનગઢની 32, શ્રી ગંગાનગરની 24 અને બિકાનેરની 6 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ 2025 માં NDPS સંબંધિત ગુનામાં બિકાનેરમાંથી  20 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શ્રી ગંગાનગરમાંથી 32 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

પુરુષ જેલમાં જતા મહિલાઓએ નેટવર્કની જવાબદારી સંભાળી 

રાજસ્થાન પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસમાં એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે જ્યાં પરિવારના પુરુષ સભ્યો સામે કાર્યવાહી બાદ મહિલાઓએ નેટવર્કની જવાબદારીઓ સંભાળી હતી.જેમાં કેટલાક કિસ્સાઓમાં, મહિલાઓ ફક્ત આરોપીના સંબંધીઓ હોવાને બદલે સપ્લાય ચેઇન અને નાણાકીય વ્યવહારોમાં સક્રિય ભાગ લેતી જોવા મળી હતી. હનુમાનગઢમાં, સહજાદા બીબી, ઉર્ફે કલ્લી, ની 10.15 ગ્રામ હેરોઈન અને રોકડ સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેના પતિ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ 14 કેસ નોંધાયેલા છે.