મુંબઈ: અભિનેતા અને દિગ્દર્શક રિતેશ દેશમુખની ફિલ્મ 'રાજા શિવાજી'એ સિનેમાઘરોમાx ખૂબ ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજની વીરતા અને સાહસની ઐતિહાસિક ગાથા પર બનેલી છે. આ ફિલ્મ મરાઠી ભાષામાં બનેલી ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર પણ સફળતાનાં શિખરો સર કર્યા છે. હવે આગામી દિવસોમાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તો જાણીએ કે આ બ્લોકબસ્ટર ફિલ્મ ઓટીટી પર ક્યારે અને ક્યાં જોઈ શકાશે.
'રાજા શિવાજી' ઓટીટી પર રિલીઝ થશે?
'રાજા શિવાજી' મરાઠી સિનેમાની ઐતિહાસિક ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ અઢળક કમાણી કરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થશે એટલે જે લોકો આ ફિલ્મ સિનેમાઘરોમાં નથી જોઈ શક્ય તે હવે ઘર બેઠા આ ફિલ્મ જોઈ શકશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 26 જૂન શુક્રવારે સ્ટ્રીમ થશે. જોકે હજી આ ઓટીટી પ્લેટફોર્મ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
ફિલ્મનું બોક્સઓફિસ કલેકશન
'રાજા શિવાજી' ફિલ્મે પોતાના 75 કરોડ રૂપિયાના બજેટથી ઘણી વધારે કમાણી કરી લીધી હતી. આ ફિલ્મનું ભારતમ લાઈફટાઈમ કલેક્શન 110 કરોડ રૂપિયા રહ્યું હતું. આ ફિલ્મ મરાઠી સિનેમાની ભારતીય બોક્સઓફિસ પર સદી બનાવનાર પ્રથમ ફિલ્મ બની હતી. આ સાથે જ વિશ્વભરમાં આ ફિલ્મે 114.8 કરોડ રૂપિયાનું કલેક્શન કરી સૌથી વધારે કમાણી કરવાવાળી મરાઠી ફિલ્મનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
ફિલ્મની સ્ટારકાસ્ટ પણ જાણી લો
'રાજા શિવાજી' ફિલ્મનું નિર્દેશન રિતેશ દેશમુખે કર્યું છે. આ સાથે જ તેમણે આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજનું મુખ્ય પાત્ર પણ ભજવ્યું છે. ફિલ્મના અન્ય કલાકારોમાં સંજય દત્ત, જેનેલિયા દેશમુખ, મહેશ માંજરેકર, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન, અમોલ ગુપ્તે, ભાગ્યશ્રી સામેલ છે. ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પણ કેમિયો કરેલો છે. આ ફિલ્મ પહેલી મેના રિલીઝ થઈ હતી.