Tue Aug 18 2026

Logo

હૈદરાબાદમાં પ્રિયંકા ચોપરાએ કોની સાથે કર્યું હેંગઆઉટ, જુઓ વાયરલ તસવીરો

2026-07-30 16:46:34
Author: Mumbai Samachar Team
Article Image

હૈદરાબાદઃ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં ફિલ્મમેકર એસ.એસ.રાજામૌલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'વારાણસી' ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પ્રિયંકાએ થોડો સમય પોતાના પરિવાર અને સહ-અભિનેતા માટે કાઢ્યો છે.તેલંગણાના હૈદરાબાદમાં તેમણે પોતાના પતિ નિક જોનસ અને ફિલ્મના સહ-સ્ટાર મહેશ બાબુ સાથે નાઈટ હેંગઆઉટ કર્યું હતું.ત્રણેયની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં પ્રિયંકા આઈવરી રંગના સ્લીવલેસ ડ્રેસમાં જોવા મળે છે, જ્યારે નિક જોનસ કેઝ્યુઅલ લુકમાં અને મહેશ બાબુ પણ સરળ અંદાજમાં નજર આવ્યા હતા.

બિગ બજેટ ફિલ્મમાંથી બ્રેક

આ તસવીર હૈદરાબાદના AMB Cinemas દ્વારા શેર કરવામાં આવી હતી, જેમાં ત્રણેય સેલિબ્રિટીઓ સાથેની યાદગાર સાંજનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં નિક જોનસના પોડકાસ્ટમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે તેઓ છેલ્લા 14 મહિનાથી 'વારાણસી' પર કામ કરી રહી છે. આ ફિલ્મ માટે રાજામૌલીએ તેમને વ્યક્તિગત રીતે સંપર્ક કર્યો હતો. ફિલ્મમાં પ્રિયંકા અને મહેશ બાબુ ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વની ભૂમિકામાં છે.આ મેગાબજેટની ફિલ્મ 7 એપ્રિલ 2027 ના રોજ વિશ્વભરના થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ 1200થી 1400 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થઈ રહી છે. હૈદરાબાદથી સામે આવેલી તસવીરમાં મહેશબાબુ અને નિક જોનસ બન્ને એક જ ફ્રમમાં જોવા મળી રહ્યા છે. ત્રણેય સેલેબ્સે સિનમેહોલની બાહર મસ્ત પોઝ આપ્યો હતો. નિક પણ વ્હાઈટ ટેક્ચરમાં એકદમ કૂલ લાગી રહ્યો છે. 

સાત વર્ષના બ્રેકબાદ કમબેક

મહેશ બાબુ બ્લેક ટીશર્ટ અને કેપ સાથે જોવા મળ્યો હતો. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમણે 'અંદાઝ', 'ફેશન', 'બાજીરાવ મસ્તાની', 'ડોન' અને 'મેરી કોમ' જેવી અનેક સફળ ફિલ્મોમાં અભિનય કર્યો છે. હોલિવૂડમાં પણ તેમણે પોતાની આગવી ઓળખ બનાવી છે.'વારાણસી' દ્વારા તેઓ લગભગ સાત વર્ષ બાદ ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે અને તે સાથે જ એસ.એસ. રાજામૌલી તથા મહેશ બાબુ સાથે તેમની આ પ્રથમ ફિલ્મ છે.