Thu Aug 20 2026

Logo

મતદાર યાદીમાંથી પ્રકાશ રાજનું નામ ગાયબ! જે બેઠક પરથી સાંસદની ચૂંટણી લડ્યા ત્યાં જ ગડબડ થઈ ગઈ

2026-08-11 15:21:59
Author: Mumbai Samachar Team
Article Image

હૈદરાબાદઃ બેંગ્લુરૂ મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં મતદાતાઓના નામ દૂર કરાતા ફરીવાર મતદાર યાદીને લઈ ચર્ચા શરૂ થઈ છે. આ મુદ્દાને લઈને સાઉથના સ્ટાર કલાકાર પ્રકાશ રાજે પોતાની વાત કહી છે. આવું પહેલીવાર નથી કે, પ્રકાશ રાજે કોઈ મોટા અને લોકોને સ્પર્શતા મુદ્દાને લઈને કોઈ વાત કહી હોય. આ પહેલા જંતરમંતર પર થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈ વાત કહી છે તો રાંચીમાં થઈ રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં લાઠીચાર્જ મુદ્દે પણ સવાલ કર્યા છે. 

વિડિયો પોસ્ટ કરીને વાત કરી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડિયો પોસ્ટ કરતા તેમણે સમગ્ર ઘટનાક્રમની મજાક કરી છે. ખાસ કરીને બેંગ્લુરૂમાં મતદાર યાદીમાંથી લોકાના નામ દૂર કરાતા મોટું આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે. બેંગ્લુરૂ સેન્ટ્રલ વિસ્તારમાં સાંસદના તરીકેના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા અભિનેતાએ કહ્યું કે, આ વિસ્તારમાં જન્મ થયો નથી પણ થોડો અભ્યાસ કર્યો અને થિયેટરનું કામ પણ અહીંયાથી મળ્યું. તેમ છતા નામ લાખો નાગરિકોની મતદાર યાદીમાંથી ચુપચાપ રીતે હટાવી દેવામાં આવ્યું હતું. વિડિયો પોસ્ટ કરતા પ્રકાશ રાજે કહ્યું કે,SIRની પ્રક્રિયા બાદ બેંગ્લુરૂના એક વિસ્તારમાંથી આશરે 65 લાખ મતદાતાઓનો મતાધિકાર છીનવાઈ ગયો છે. મારૂ નામ પણ એમાં સામેલ છે. નાઈસ જોક ન કહેવાય? મારો જન્મ આ જ વિસ્તારમાં થયો છે, હું અહીંયા જ રહ્યો છું, ઉછર્યો છું. મારૂ સ્કૂલિંગ, કૉલેજ અને થિયેટર પણ અહીંયાથી થયું, એક લાંબો સમય વીતી ગયો છે. તમારી જાણકારી ખાતર એટલું કહીશ કે, આ જ બેઠક પરથી હું સાંસદ તરીકે ચૂંટણી પણ લડ્યો. 

પોલીસના એક્શનની નિંદા

પ્રકાશ રાજે ઝારખંડની રાજધાની રાંચીમાં વિધાનસભા નજીક વિરોધ કરી રહેલા JPSC અને JSSC ઉમેદવારો સામે પોલીસ બળના ઉપયોગની પણ સખત નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં પોલીસ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના શેલ છોડતી અને લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે. #justasking હેશટેગનો ઉપયોગ કરીને તેમણે લખ્યું, "શા માટે... શા માટે... શા માટે? આ બર્બરતા હવે સહન કરવામાં આવશે નહીં... તે ફક્ત એક ઘમંડી શાસનને તોડી પાડવાનું કામ કરશે. ઝારખંડ વિધાનસભાને ઘેરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો JPSC-JSSC રિફોર્મ મંચના બેનર હેઠળ એકઠા થયા હતા. તેમની માંગણીઓના સમર્થનમાં, વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી અને વિધાનસભા સંકુલ તરફ કૂચ કરી. 

સરકારને ટોણો

પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે વોટર ફાયરિંગ કર્યું અને લાઠીચાર્જનો ઉપયોગ કરતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ. વિરોધ કરી રહેલા ઉમેદવારો JSSC-સંયુક્ત ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા રદ કરવા અને ભરતી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓની CBI તપાસની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે રાજ્ય સરકાર તેમની કાયદેસર માંગણીઓને અવગણી રહી છે, જે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ મામલે હવે ભાજપે સમગ્ર ઝારખંડ બંધનું એલાન આપ્યું છે જેની સામે કોંગ્રેસ તેને એક પોલિટિકલ ડ્રામા ગણાવી રહ્યા છે. આ મુદ્દાને લઈ કલાકારે જે ટોણો માર્યો છે એ સિસ્ટમ અને સરકાર બન્ને માટે હોય લાગે છે, જોકે આ કેસમાં તેમણે કોઈ નામનો ઉલ્લેખ કર્યો નથી.