Tue Jul 28 2026

Logo

PMJAY અંતર્ગત સુરત, રાજકોટની કેટલી હોસ્પિટલને કેટલા કરોડ ચૂકવવાના છે બાકી?

2026-02-23 14:56:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ PMJAY યોજના હેઠળ રાજકોટ અને સુરતની હોસ્પિટલને ચૂકવણીનો સવાલ ઉઠાવ્યો હતો.

ગોપાલ ઈટાલિયાએ પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ PMJAY આયુષ્યમાન યોજના હેઠળ પરિવાર દીઠ એક જ કાર્ડના બદલે વ્યક્તિગત કાર્ડ આપવામાં આવે છે તે હકીકત સાચી છે કે કેમ? જો હા તો આ સ્થિતિએ સુરત શહેર અને રાજકોટ શહેરમાં છેલ્લા બે વર્ષમાં સરકારે કુલ કેટલા લાભાર્થીઓની સારવાર પેટે કેટલી હોસ્પિટલને કેટલી રકમનું ચૂકવણું કર્યું અને તે પૈકી કેટલી હોસ્પિટલને કેટલી રકમનું ચૂકવણું કરવાનું બાકી છે?

તેમના સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું,  PMJAY આયુષ્યમાન યોજના હેઠળ પરિવાર દીઠ એક જ કાર્ડના બદલે વ્યક્તિગત કાર્ડ આપવામાં આવે છે. 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં PMJAY આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સુરત જિલ્લામાં 2,42,601 લાભાર્થી સારવાર માટે 164 હોસ્પિટલને 864 કરોડ અને રાજકોટ જિલ્લામાં ,64,544 લાભાર્થીને સારવાર માટે 107 હોસ્પિટલને 754.75 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત PMJAY આયુષ્યમાન ભારત યોજના હેઠળ સુરત જિલ્લામાં 129 હોસ્પિટલને 47.92 કરોડ અને રાજકોટ જિલ્લાની 68 હોસ્પિટલને 46.28 કરોડ ચૂકવવાના બાકી છે.