ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પાવન પર્વ રક્ષાબંધન નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ શુભ તહેવાર દરેક નાગરિકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, એકતા અને સફળતા લઈને આવે. પીએમ મોદીજીએ આ ઉજવણીના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આવો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં...
દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારે વિવિધ શાળાઓની નાની બાળકીઓ અને વિદ્યાર્થિનીઓ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ પહોંચી હતી, જ્યાં તેમણે પીએમ મોદીના કાંડા પર સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી. વડા પ્રધાન નરેન્દ્રી મોદીએ બાળકીઓ સાથે ખૂબ જ ઉષ્માભર્યા માહોલમાં મુલાકાત કરી હતી. તેમણે બાળકો સાથે હાથ મિલાવ્યા, હળવી પળોમાં 'હાઈ-ફાઈવ' આપ્યા અને બાળકીઓને આશીર્વાદ આપ્યા હતા.
Raksha Bandhan at LKM this morning.
— Narendra Modi (@narendramodi) August 28, 2026
How did you mark this festival? pic.twitter.com/UOuRosAIJM
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર ફોટો અને વીડિયો શેર કરતાં પીએમ મોદીએ લખ્યું હતું કે 7, લોક કલ્યાણ માર્ગ પર રક્ષાબંધન ઉજવણીની કેટલીક યાદગાર પળો. આ તહેવાર આપણા સ્નેહ, સદભાવ અને આપસી વિશ્વાસના બંધનને વધુ મજબૂત બનાવે અને સૌના જીવનમાં ખુશીઓ લઈને આવે.
આ ખાસ મુલાકાત દરમિયાન એક બાળકીએ જ્યારે ઉત્સુકતાપૂર્વક પૂછ્યું કે "બાળપણમાં તમારું સપનું શું હતું?" ત્યારે વડા પ્રધાન મોદીજીએ હસતાં હસતાં અત્યંત પ્રેમાળ જવાબ આપ્યો હતો કે "તમારા જેવા બાળકોને મળવાનું!" તેમના આ સહજ અને લાગણીસભર જવાબે ઉપસ્થિત તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક રક્ષાબંધન:
રક્ષાબંધન એ માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ બહેનો દ્વારા ભાઈના દીર્ઘાયુ અને પ્રગતિની હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ તેમજ ભાઈ તરફથી બહેનની સુરક્ષા અને સ્નેહના સંકલ્પનું અમૂલ્ય પ્રતીક છે. પીએમ આવાસ પર દેશની દીકરીઓ સાથે થયેલી આ ઉજવણીએ દેશભરમાં સકારાત્મક અને લાગણીસભર સંદેશ પાઠવ્યો છે.