Sun May 17 2026

Logo

સ્વિડન એરસ્પેસમાં PM મોદીના વિમાનને મળ્યો ગ્રિપેન ફાઈટરનો એસકોર્ટ, યુરોપિયન બિઝનેસ ફોરમને સંબોધશે

Stockholm   2026-05-17 19:32:47
Author: Mumbai Samachar Team
Article Image

સ્ટોકહોમઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સ્વિડનની મુલાકાતે છે. રવિવારે તેઓ સ્વિડન પહોંચ્યા હતા, જ્યાં એમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું.સ્વિડનની એરસ્પેસમાં પ્રવેશતાની સાથે જ વડા પ્રધાનના વિમાનની સાથએ બે ગ્રિપેન ફાઈટર યુદ્ધવિમાન એકસ્કોર્ટ હેતું પહોંચ્યા હતા.

આ બે દિવસીય મુલાકાતમાં વડા પ્રધાન મોદી સ્વિડનના વડા પ્રધાન ક્રિસ્ટરસન સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા-વિચારણા થશે. ખાસ કરીને વ્યાપાર, હરિત ઊર્જા, એઆઈ, નવી ટેક્નોલોજી, ડિફેન્સ, સ્ટાર્ટઅપ તથા સપ્લાય ચેઈન જેવા વિષય પર ચર્ચા થશે. 

બિઝનેસ ફોરમને પણ સંબોધશે

વડા પ્રધાન મોદી અને સ્વિડનના વડા પ્રધાન સાથે મળીને યુરોપિયન બિઝનેસ ફોરમને પણ સંબોધીત કરશે. આ વખતે આ કાર્યક્રમનું નામ યુરોપીન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રી રાખવામાં આવ્યું છે, જેમાં બન્ને દેશના વડા પ્રધાન ખાસ ઉપસ્થિત રહેશે.આ બેઠકમાં યુરોપીયન વેપારી સંગઠનના નેતાઓ, યુરોપીન કમિશન પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન પણ ખાસ હાજરી આપશે.

આનો સીધો અર્થ એ થયો કે, ભારત માટે યુરોપના દેશમાં વેપાર તથા રોકાણ માટે હવે નવા દરવાજા ખુલી શકે છે. સ્વિડનના યુદ્ધ વિમાન છેક એરપોર્ટ સુધી વડા પ્રધાન મોદીના વિમાન સાથે રહ્યા હતા. સ્વિડનમાં ખાસ બેઠકનો હેતુ ભારત અને સ્વિડનના સંબંધોને વધારે મજબૂત કરવાનો છે. વાતચીતમાં તેઓ વેપાર, રોકાણ, ઈનોવેશન તથા રક્ષા જેવા વિષય પર ચર્ચા કરી શકે છે. 

સાત વર્ષ બાદ બીજી મુલાકાત્.

સ્વિડનના વડા પ્રધાન ક્રિસ્ટરસરને પણ સોશિયલ મીડિયા વેબસાઈટ એક્સ પર પોસ્ટ મૂકીને મોદીની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે એવું લખ્યું હતું કે, મારા મિત્ર, સ્વિડનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. બે લોકતંત્ર એક મજબૂત સંબંધ. આવું પહેલીવાર થયું નથી.

વર્ષ 2018માં પણ મોદીએ સ્વિડનની મુલાકાત લીધી હતી. એ મુલાકાતનો હેતું પહેલીવાર ભારત-નોર્ડિક શિખર સંમેલન એટલે કે ભારત-ઉત્તરી યુરોપના દેશની બેઠકનો હતો. હવે સાત વર્ષ બાદ મોદી બીજીવાર સ્વિડન ગયા છે. આ વખતે એમનો હેતું બહુવિધ વિષયો પર ચર્ચા કરવાનો છે.