ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદની ફેન ફોલોઈંગ રિયલ વર્લ્ડમાં તો એકદમ દમદાર છે પરંતુ આજે વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ પીએમ મોદીજીએ ધમાલ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આજે પીએમ મોદીજીના 100 મિલિયન એટલે કે 10 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરીને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. વાત કરીએ આ યાદીમાં જગતજમાદાર કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંદાજે 43.2 મિલિયન ફોલોવર્સ સાથે બીજા ક્રમે આવે છે. પરંતુ, સવાલ એ થાય છે કે શું આટલા કરોડો ફોલોઅર્સ હોવાને કારણે પીએમ મોદીને ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ આવક થાય છે? ચાલો આજે આપણે આ સ્ટોરીમાં એ જાણવાનો પ્રયાસ કરીશું...
શું પીએમ મોદીજીને ઈન્સ્ટાગ્રામથી કમાણી થાય છે?
2014માં મોદીજીએ ઈન્સ્ટાગ્રામ પર એન્ટ્રી મારી હતી અને હવે તેઓ દુનિયાના એવા પહેલાં વર્તમાન રાષ્ટ્રીય નેતા બની ચૂક્યા છે કે જેમના આટલા મોટા પ્રમાણમાં ફોલોઅર્સ હોય. જોકે, વાત કરીએ કમાણીની તો આ સવાલનો સીધો જવાબ છે – ના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એકાઉન્ટ એક પબ્લિક લીડર તરીકેનું છે.
મળતી માહિતી અનુસાર, તેમને ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ પણ પ્રકારની પર્સનલ કમાણી કે મોનેટાઈઝેશનનો લાભ મળતો નથી. ઈન્સ્ટાગ્રામ પર કમાણી કરવાની પ્રક્રિયા સામાન્ય ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્ઝર્સ માટે હોય છે, જેઓ પ્લેટફોર્મની શરતો મુજબ પોતાના એકાઉન્ટનું મોનેટાઇઝેશન કરે છે.
ઈન્સ્ટાગ્રામ પર સામાન્ય રીતે કમાણી કેવી રીતે થાય છે?
વાત કરીએ નોર્મલ યુઝર્સ કે ક્રિએટર્સ કઈ રીતે લાખો રૂપિયાની કમાણી કરી શકે છે એની તો મોટી કંપનીઓ વધુ ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટને તેમની પ્રોડક્ટ પ્રમોટ કરવા માટે પૈસા આપે છે. આ સિવાય જો યુઝર્સની કોઈ રીલ પર 10,000થી વધુ વ્યૂઝ આવે, તો ક્રિએટરને વ્યુઝના આધારે 500થી 2,000 રૂપિયા કે તેથી વધુ મળી શકે છે. કમાણીનો એક બીજા માધ્યમની વાત કરીએ તો યુઝર્સ બાયો કે સ્ટોરીમાં પ્રોડક્ટ લિંક મૂકીને વેચાણ પર કમિશન મેળવી શકાય છે.
મોનેટાઈઝેશ માટેના શું છે નિયમો?
ઈન્સ્ટાગ્રામ પરથી પૈસા મેળવવા માટે અમુક શરતોનું પાલન કરવું અનિવાર્ય છે.
૧. એકાઉન્ટ પ્રોફેશનલ અથવા બિઝનેસ પ્રોફાઇલ હોવું જોઈએ.
૨. ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને પ્રોફાઇલ પબ્લિક હોવી જોઈએ.
૩. કન્ટેન્ટ સંપૂર્ણપણે ઓરિજિનલ હોવું જોઈએ, કોપી કરેલા વીડિયો પર કમાણી થતી નથી.
૪. સામાન્ય રીતે 10,000થી વધુ ફોલોઅર્સ હોય તો સ્પોન્સરશિપ મેળવવી સરળ બને છે.