નવી દિલ્હીઃ જાપાનના પ્રથમ મહિલા વડા પ્રધાન સના તાકીયાચી ભારતની મુલાકાતે છે. ગઈકાલે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન તેમના જાપાની સમકક્ષ સના તાકાઈચીને પોતાની “નાની બહેન' કહીને સંબોધિત કર્યા હતા અને તેમને દ્રષ્ટા અને લોકપ્રિય નેતા તરીકે બિરદાવ્યા હતા. મોદીએ હિન્દીમાં ટિપ્પણી કરી હતી, અને તકાઈચી, જેમણે ટેક ડિવાઇસ દ્વારા જાપાનીઝમાં તેનો એક સાથે અનુવાદ સાંભળ્યો હતો, તેમણે આનો ઉષ્માભર્યો સિમિત સાથે જવાબ આપ્યો હતો. મોદીનાં નાનાં બહેન તાકાઈચી કરાટે-જુડો ચેમ્પિયન છે. તેમજ એક જ વ્યક્તિને બે વાર પરણ્યાં છે અને હાલમાં લકવાગ્રસ્ત પતિની સંભાળ પણ રાખે છે.
પીએમ મોદીએ 'વ્હાલી નાની બહેન' કહીને કર્યું સંબોધન
પીએમ મોદીએ જાપાનના વડા પ્રધાનને અત્યંત આદર સાથે 'વ્હાલી નાની બહેન' કહીને સંબોધ્યા હતા. આના પર પ્રતિક્રિયા આપતા જાપાનના પીએમ તાકાઈચીએ જણાવ્યું હતું કે, ભલે અમારી આ મુલાકાત ઔપચારિક બેઠક પહેલાની એક ટૂંકી મુલાકાત હતી, પરંતુ અમે એ સ્પષ્ટ કરી દીધું છે કે અમે બંને એક જ વિચારધારા ધરાવીએ છીએ. અમે ભારત અને જાપાનના આ અત્યંત ખાસ અને ઐતિહાસિક સંબંધોને ભાઈ-બહેનના પવિત્ર અને મજબૂત સ્નેહના રૂપમાં આગળ વધારવા માટે પૂરી રીતે તૈયાર છીએ.

જાપાનના પ્રથમ મહિલા વડા પ્રધાન તાકાઈચીની રોચક વાતો
જાપાનના પ્રથમ મહિલા વડા પ્રધાન તાકાઈચી રાજકારણની સાથે-સાથે પોતાના રોચક અંગત જીવન, આગવી લાઈફસ્ટાઈલ અને શોખને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમના અંગત જીવન અને ભૂતકાળને લઈને કેટલીક રસપ્રદ વિગતો સામે આવી છે, જે દર્શાવે છે કે તેઓ એક સામાન્ય રાજનેતા કરતાં ખૂબ જ અલગ વ્યક્તિત્વ ધરાવે છે.
તાકાઈચી વર્ષ 2004માં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સાથી સભ્ય ટાકુ યામામોટો સાથે લગ્ન કર્યા હતા. તેમને પોતાના કોઈ સંતાન નથી, પરંતુ તાકાઈચીએ યામામોટોના અગાઉના લગ્નથી થયેલા ત્રણ બાળકોને દત્તક લીધા હતા. રાજકીય વિચારો અને આકાંક્ષાઓમાં મતભેદોને કારણે જુલાઈ તાકાઈચીમાં તેમના છૂટાછેડા થયા હતા, પરંતુ ડિસેમ્બર 2021માં તેઓએ ફરીથી લગ્ન કર્યા હતા.. હાલમાં તેઓ તેમના સાવકા બાળકો દ્વારા ચાર પૌત્ર-પૌત્રીઓના દાદી છે.
એક બીમારીના ઓપરેશન બાદ તાકાઈચી માટે ગર્ભધારણ કરવું અશક્ય બન્યું હતું, જેના લીધે તેમણે સંતાન મેળવવાની આશા છોડી દીધી હતી. વર્ષ 2007માં તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે સમાજ વંધ્યત્વનો સામનો કરી રહેલી મહિલાઓ પ્રત્યે વધુ સ્વીકાર્ય અને સહાનુભૂતિપૂર્વકનું વલણ રાખે.
પતિના અટક બદલવાથી લઈને કેરગિવર બનવા સુધીની સફર
જાપાનના કાયદા મુજબ પરિણીત યુગલની અટક એક જ હોવી જરૂરી છે. પ્રથમ લગ્ન સમયે તાકાઈચી કાયદેસર રીતે તેમના પતિની અટક અપનાવી હતી, પરંતુ જાહેર જીવનમાં તેઓ પોતાની અટક જ વાપરતા હતા. જોકે, 2021માં પુનઃલગ્ન વખતે પતિ ટાકુ યામામોટોએ કાયદાકીય જરૂરિયાત પૂરી કરવા માટે પોતાની અટક બદલીને તાકાઈચી કરી લીધી હતી. વર્ષ 2025માં યામામોટોને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમનો જમણો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો, ત્યારથી વડા પ્રધાન તાકાઈચી પોતે જ તેમની સંભાળ રાખી રહ્યા છે.

વિપક્ષી નેતા સાથે મિત્રતા અને 'સના-મેનિયા'નો ક્રેઝ
રાજકીય રીતે વિરોધી પક્ષમાં હોવા છતાં, તાકાઈચી પૂર્વ વડાપ્રધાન અને વિપક્ષી નેતા યોશીહિકો નોડા સાથે ગાઢ મિત્રતા ધરાવે છે. 'મત્સુશિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગવર્નમેન્ટ એન્ડ મેનેજમેન્ટ'માં અભ્યાસ દરમિયાન નોડા તેમના સિનિયર હતા. બીજી તરફ, વડા પ્રધાન બન્યા બાદ યુવા મતદારોમાં તાકાઈચીની લોકપ્રિયતા આસમાને પહોંચી છે. તેઓ જે હેન્ડબેગ, ફેશન વેર કે સ્ટેશનરીનો ઉપયોગ કરે છે, તે બજારમાં મિનિટોમાં આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે. દેશમાં આ ક્રેઝને સના-મેનિયા નામ આપવામાં આવ્યું છે.
રોક મ્યુઝિક, સ્પોર્ટ્સ અને બાઇક રાઇડિંગના શોખીન
જાપાનના વડા પ્રધાન તાકાઈચી માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ સંગીત અને રમતગમતમાં પણ ભારે રસ ધરાવે છે: તેઓ હેવી મેટલ અને જાપાનીઝ રોક મ્યુઝિકના જબરદસ્ત ચાહક છે, ખાસ કરીને ડેમન કાક્કા, B'z અને X Japan જેવા કલાકારો તેમના ફેવરિટ છે. યુવાનીમાં તેઓ પોતે ડ્રમ્સ અને પિયાનો વગાડતા હતા.
તેઓ JRA હોર્સ રેસિંગના શોખીન છે, સાથે જ 'ગામ્બા ઓસાકા' (ફૂટબોલ) અને 'હાનશિન ટાઈગર્સ' (બેઝબોલ) જેવી સ્પોર્ટ્સ ટીમોને સપોર્ટ કરે છે. તેઓ જુડો, કરાટે અને સ્કુબા ડાઇવિંગ પણ જાણે છે. આ ઉપરાંત તેઓ 'ઓનરરી સોમેલિયર' ન…