નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાની દુનિયામાં એક વધુ નવો અને ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સામે આવી રહેલી માહિતી અનુસાર વડા પ્રધાન મોદીના ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ ફોલોઅર્સની સંખ્યા 105 મિલિયન એટલે કે 10.5 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. આ સાથે જ તેઓ વિશ્વભરના તમામ રાજકીય નેતાઓમાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ડાયરેક્ટ ફોલોઅર્સ ધરાવતા નંબર-1 નેતા બની ગયા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આટલી વિશાળ ફેન ફોલોઈંગ ધરાવતા તેઓ વિશ્વના માત્ર એકમાત્ર અને પ્રથમ રાજકીય નેતા છે. 105 મિલિયન ફોલોવર્સ સાથે પીએમ મોદીજી ટોપ મોસ્ટ પોલિટિશિયલ બનનારા પીએમ મોદીના એકાઉન્ટને છેલ્લા એક અઠવાડિયામાં જ 40 લાખ લાખ લોકોએ ફોલો કર્યું છે. એક અઠવાડિયા પહેલાં ઈન્સ્ટાગ્રામ પર તેમના ફોલોવર્સ 101 મિલિયન હતા.
પીએમ મોદીજીએ ઈન્સ્ટાગ્રામ પર 1452 પોસ્ટ કરી છે અને જોવાની વાત તો એ છે કે પીએમ મોદીજી સોશિયલ મીડિયા પર કોઈને ફોલો નથી કરતાં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા વૈશ્વિક સ્તરે એકદમ અજોડ છે. જો વિશ્વના અન્ય મોટા નેતાઓ સાથે સરખામણી કરવામાં આવે તો પીએમ મોદીનો દબદબો કાયમ જોવા મળે છે.
વાત કરીએ દુનિયાના મહાસત્તા ગણાતા અમેરિકા જેવા દેશના અન્ય અગ્રણી નેતાઓની સરખામણીએ પીએમ નરેન્દ્ર મોદીના ફોલોઅર્સનો આંકડો ખૂબ મોટો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ માત્ર ઈન્સ્ટાગ્રામ જ નહીં પરંતુ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) અને યુટ્યુબ પર પણ વિશ્વના સૌથી વધુ ફોલો કરવામાં આવતા લોકપ્રિય રાજકારણીઓની યાદીમાં એકદમ ટોપ પર છે.
વડા પ્રધાન મોદી ઈન્સ્ટાગ્રામ પર પોતાની દેશ-વિદેશની મુલાકાતો, મહત્વપૂર્ણ સરકારી નિર્ણયો, દેશના સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત યુવાઓ અને રમતગમતના ખેલાડીઓ સાથેના સંવાદની ઝલક સતત શેર કરતા રહે છે. તેમની આ સક્રિયતા અને આકર્ષક કન્ટેન્ટ પ્રસ્તુતિના કારણે દેશ-વિદેશના યુવાનોમાં તેમનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધી રહ્યો છે.