બર્ન : મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા સ્વિટ્ઝર્લૅન્ડમાં કતાર અને પાકિસ્તાન દ્વારા શરૂ થઇ છે. આ સમજૂતીમાં યુદ્ધ વિરામના તમામ પાસાઓને આવરી લેશે. આ સમજૂતી પર બંને રાષ્ટ્રોએ પહેલાથી જ ડિજિટલી હસ્તાક્ષર કર્યા છે. આ શાંતિ મંત્રણામાં ઘણા ટોચના નેતાઓ હાજર રહ્યા છે. જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફ અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફનો સમાવેશ થાય છે.
કતારનું પ્રતિનિધિમંડળ પણ હાજર
આ મંત્રતામાં કતારનું પ્રતિનિધિમંડળ પણ હાજર છે. ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા પ્રારંભિક કરાર અંગે અનેક ખુલાસા કર્યા છે. આ મંત્રણા પૂર્વે ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ લ્યુસર્ન નજીક બુર્ગેનસ્ટોક રિસોર્ટમાં સ્વિસ ફેડરલ કાઉન્સિલના સભ્ય ઇગ્નાઝિયો કેસિસ સાથે મુલાકાત કરી હતી.
આ અંગે કતારના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના અંતિમ કરારની શરતો પર વાટાઘાટો કરવા માટે વિશિષ્ટ ટેકનિકલ અને નિષ્ણાત જૂથોની રચના કરવામાં આવી છે. આ જૂથો સમજૂતી કરાર ના તમામ પાસાઓને આવરી લેશે. આ મેમોરેન્ડમના અમલીકરણ અને પ્રગતિની દેખરેખ રાખવા તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવા માટે જૂથોની સ્થાપના કરવામાં આવી છે. કતાર વાટાઘાટો તેમના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે કારણ કે યુદ્ધ ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ વાતચીત છે.
ઈરાનના રાષ્ટ્રપતિએ બેઠક પહેલા આશાવાદ વ્યક્ત કર્યો
આ મંત્રણા પૂર્વે ઈરાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ રેઝા આરેફે આશા વ્યક્ત કરી કે સ્વિટ્ઝર્લૅન્ડમાં થઈ રહેલી વાટાઘાટો સફળ થશે. તેમણે કહ્યું કે એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે. જેમાં કોઈપણ આરબ રાષ્ટ્રનો બહિષ્કાર કરવો હવે એક વ્યવહારુ વિકલ્પ નથી.
ઈરાન અને અમેરિકાએ ગયા અઠવાડિયે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા
ગયા અઠવાડિયે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને મિડલ ઈસ્ટમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના હેતુથી 60 દિવસની વાતચીત પ્રક્રિયા શરૂ કરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાન આમાં મધ્યસ્થી તરીકે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. ટેકનિકલ સ્તરની વાટાઘાટો 19 જૂને શરૂ થવાની હતી પરંતુ ઇઝરાયલ દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનને કારણે તેમાં વિલંબ થયો હતો.