Tue Oct 06 2026

Logo

રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 22 લોકો સાથે 1.85 કરોડની ઠગાઇ

2026-09-10 17:08:55
Author: Yogesh D. Patel
રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 22 લોકો સાથે 1.85 કરોડની ઠગાઇ

પાલઘર: પાલઘર જિલ્લામાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 22 લોકો સાથે 1.85 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ કંપનીના પ્રતિનિધિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આરોપીઓએ તેમની કંપનીના પ્લેટફોર્મ દ્વારા રોકાણ કરતાં દર મહિને પાંચ ટકા વળતરની ખાતરી આપી હતી. જોકે લોકો પાસેથી રૂપિયા સ્વીકાર્યા બાદ કંપની તેમને વળતર આપવામાં નિષ્ફળ ગઇ હતી. ઉપરાંત મૂળ રકમ પણ પાછી આપવામાં આવી નહોતી. અત્યાર સુધી 22 લોકોને ઓળખી કાઢવામાં આવ્યા હતા, જેમની સાથે 1.85 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી, એમ પાલઘરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ યતિશ દેશમુખે જણાવ્યું હતું.

આ પ્રકરણે નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પોલીસે કંપનીના પ્રતિનિધિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને કેસની તપાસ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 22 લોકો ફરિયાદ નોંધાવવા આગળ આવ્યા હતા. આમાં વધુ લોકો છેતરાયા હોવાનું લાગી રહ્યું છે. અમે તેમને પોલીસનો સંપર્ક સાધવાની અપીલ કરી છે. (પીટીઆઇ)