Sun Sep 06 2026

Logo

ટ્રમ્પ સામે શાહબાઝ શરીફની 'ખુશામતખોરી': સેલ્યુટ કરતો વીડિયો વાયરલ...

washington dc   2026-02-20 20:15:00
Author: Mumbai Samachar Team
ટ્રમ્પ સામે શાહબાઝ શરીફની 'ખુશામતખોરી': સેલ્યુટ કરતો વીડિયો વાયરલ...

વોશિંગ્ટન ડીસીઃ ગાઝા બોર્ડ ઓફ પીસમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ છવાઈ ગયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સાથે હવે શાહબાઝ શરીફના એક પછી એક નવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શાહબાઝ શરીફની એક મુલાકાતનો છે. એક હાથના ઈશારાને લઈ શાહબાઝ શરીફે સેલ્યુટ કરી હોવા મુદ્દે વિવાદ છેડાયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડા પ્રધાન વચ્ચેની મુલાકાત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યક્રમના વીડિયોમાં શાહબાઝ શરીફે ટ્રમ્પ પ્રત્યે અસાધારણ સન્માન અને ઉત્સાહપૂર્વક મળતા જોવા મળ્યા હતા, પરંતુ એ મુદ્દે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે. સોશિયલ મીડિયા પર બંને જાણે પરાણે ભેટ્યા પણ શરીફ જાણે છૂટવાની કોશિશ કરી રહ્યા હતા. લોકોએ લખ્યું હતું કે 'ઓકવર્ડ પુલ એન્ડ હગ'.

મંચ પર એક ક્ષણે ટ્રમ્પે શરીફને ઊભા થવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. એના પછી નવા વીડિયોમાં શરીફે ટ્રમ્પને ઉમળકાભેર ભેટીને અભિવાદન કર્યા હતા, ત્યાર પછી થોડા નમીને તેમને ભેટવાની કોશિશ કરી હતી, પરંતુ એના પછી ટ્રમ્પે જે કંઈ કર્યું એ આશ્ચર્યજનક હતું. મંચ પરથી ઉતરતી વખતે શરીફે એક હાથે સેલ્યુટ કરી હોવાનો દાવો કરાય છે. આ કોઈ ઔપચાલિક સેલ્યુટ નહોતી, પરંતુ બોડી લેંગ્વેજ તો ખાલી ખુશામતખોરી કરતા હોવાનું જોવા મળે છે.

આ જ કાર્યક્રમ વખતે ટ્રમ્પના મોંઢે પ્લીઝ સ્ટેન્ડ અપ કહેતા સાંભળ્યા હતા, જ્યારે શરીફ ઊભા પણ થઈ ગયા હતા. જોકે, અન્ય એક વીડિયોમાં શરીફે પણ ટ્રમ્પના ભારોભાર વખાણ કરતા ટ્રમ્પને શાંતિપુરુષ અને ડાયનેમિક લીડરશિપ ગણાવી હતી. આજના એક કરતા અનેક વીડિયોને કારણે કારણે શરીફની સાથે પાકિસ્તાનને લોકો ખરી-ખોટી સુનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાયરલ થયા પછી લોકો ભારતની પણ પ્રશંસા કરી રહ્યા છે.