Sat Sep 05 2026

Logo

પડિક્કલની સેન્ચુરી, જાડેજાની હાફ સેન્ચુરી અને બ્રારની પાંચ બૉલમાં ચાર સિક્સર!

Colombo   2026-08-08 20:06:24
Author: Ajay Motiwala
પડિક્કલની સેન્ચુરી, જાડેજાની હાફ સેન્ચુરી અને બ્રારની પાંચ બૉલમાં ચાર સિક્સર!

BCCI


વૉર્મ-અપ મૅચમાં શ્રીલંકન ટીમના 8/363 ડિક્લેર્ડ સામે ભારતના 6/357

કોલંબોઃ શ્રીલંકામાં બે મૅચની ટેસ્ટ-સિરીઝ 15મી ઑગસ્ટે શરૂ થાય એ પહેલાં કૅપ્ટન શુભમન ગિલની નજીવી ઈજા તેમ જ ટૉપ-ઑર્ડર બૅટ્સમૅન સાઇ સુદર્શનની ઈજાને કારણે શ્રેણીમાંથી થયેલી બાદબાકીના બે આઘાતમાંથી ભારતીય ટીમ બહાર આવી રહી છે ત્યારે ટીમને પ્રોત્સાહિત કરે એવી ઇનિંગ્સ દેવદત્ત પડિક્કલ (142 નૉટઆઉટ, 164 બૉલ, અઢાર ફોર) રમ્યો હતો અને ભારતીય બૅટિંગ લાઇન-અપને મોટી નામોશીથી બચાવી લીધી હતી. એકંદરે, આ મૅચમાં ભારતના ખાસ કરીને મિડલ અને લોઅર ઑર્ડરે સારી બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી. કૅપ્ટન શુભમન ગિલ હાથની આંગળીની ઈજાને કારણે આ મૅચમાં નથી રમ્યો અને વાઇસ-કૅપ્ટન કે. એલ. રાહુલે ટીમનું સુકાન સંભાળ્યું છે.

પડિક્કલે બે વખત બૅટિંગ કરી!

શ્રીલંકા ક્રિકેટ ઇલેવને ત્રણ દિવસની આ મૅચમાં શનિવારના બીજા દિવસે પ્રથમ દાવ 8/363ના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ રમતના અંત સુધીમાં છ વિકેટે 257 રન બનાવ્યા હતા અને યજમાન ટીમથી ભારતીયો માત્ર છ રન પાછળ હતા. પડિક્કલે કાર્યવાહક કૅપ્ટન કે. એલ. રાહુલ (40 રન, 67 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાથે બીજી વિકેટ માટે 96 રનની તેમ જ ત્યાર પછી પણ કેટલીક મોટી ભાગીદારી કરી હતી. પડિક્કલ (Padikkal) સેન્ચુરી પૂરી કર્યા પછી રિટાયર્ડ આઉટ થયો હતો. જોકે આ પ્રૅક્ટિસ-મૅચ હોવાથી નિયમ અનુસારી તે પાછો બૅટિંગ કરવા આવી શકે એમ હતો એટલે પાછો આવ્યો હતો અને 142 રન પર નૉટઆઉટ રહ્યો હતો. શ્રીલંકન ટીમે આઠ બોલર અજમાવ્યા હતા જેમાં રમેશ મેન્ડિસ અને અસન્કા મનોજ નામના બોલરે સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી.

BCCI

જાડેજાના 63 રન, માનવના 41

રવીન્દ્ર જાડેજા (Jadeja)એ શુક્રવારે યજમાન ટીમની 64 રનમાં બે વિકેટ લીધી ત્યાર બાદ શનિવારે તેણે 117 બૉલની લાંબી ઇનિંગ્સમાં સાત ચોગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા અને અન્ય બૅટ્સમેનોને બૅટિંગની પ્રૅક્ટિસ કરવા દેવાના હેતુથી રિટાયર્ડ આઉટ થયો હતો. સ્પિન ઑલરાઉન્ડર માનવ સુથારે (41 રન, 90 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)એ વિકેટ ગુમાવતાં પહેલાં સારી બૅટિંગ પ્રૅક્ટિસ કરી હતી. નવો સ્પિનર સારાંશ જૈન બાવીસ રન બનાવીને રિટાયર્ડ આઉટ થયો હતો.

ગુરનૂર બ્રારે છગ્ગાની વર્ષાથી દિવસ પૂરો કર્યો

ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર ગુરનૂર બ્રારે (36 નૉટઆઉટ, 18 બૉલ, ચાર સિક્સર, બે ફોર) આ વૉર્મ-મૅચ હોવાથી કોઈ પણ પ્રકારના માનસિક દબાણ વિના બૅટિંગ કરી હતી અને રમતની અંતિમ ઓવરમાં છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેણે દિલુમ સુદીરા નામના લેફ્ટ-આર્મ સ્પિનરની ઓવરમાં જોરદાર ફટકાબાજી કરી હતી. બ્રારે તેના અંતિમ પાંચમાંથી ચાર બૉલમાં છગ્ગા માર્યા હતા. ભારતને એ ખર્ચાળ ઓવરમાં કુલ પચીસ રન મળ્યા હતા.

યશસ્વી એક જ બૉલ રમ્યા પછી પાછો પૅવિલિયનમાં

ભારતનો ભરોસાપાત્ર ટેસ્ટ ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલ શ્રીલંકામાં બે વર્ષ પહેલાં પલ્લેકેલમાં રમ્યો હતો, પરંતુ કોલંબોમાં તેનો આ પહેલો જ પ્રવાસ છે અને એમાં તે શનિવારે એક બૉલ રમ્યા બાદ બીજા જ બૉલ પર શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો હતો. 58 આંતરરાષ્ટ્રીય મૅચના અનુભવી યશસ્વીએ બૅટિંગ પ્રેક્ટિસ કરવાની અમૂલ્ય તક ગુમાવી હતી. લેફટ આર્મ પેસ બોલર વિશ્વ ફર્નાન્ડોના બૉલમાં તે સામે બૅકવર્ડ પૉઇન્ટ પર ઊભેલા દિલુમ સુદીરા તિલકરત્નાને સીધો કૅચ આપી બેઠો હતો.