નિલેશ વાઘેલા
મુંબઈ: આવકમાં ઘટાડાની આગાહી બાદ નાઇકીના શેરમાં 8.5%નો કડાકો બોલાઈ ગયો છે. ચીન, સ્પોર્ટસવેર અને જોર્ડન બ્રાન્ડ્સમાં વેચાણ ઘટ્યું છે. કંપની $2.5 બિલિયન ખર્ચ બચાવવા અને નોકરીઓમાં કાપ મૂકવાની યોજના ધરાવે છે.
નાઇકીના શેર ગુરુવારના સત્રમાં 8.5% તૂટી ગયા છે, જેના કારણે આ સ્પોર્ટ્સવેર જાયન્ટના બજાર મૂલ્યમાંથી અબજો ડોલરનું ધોવાણ થયું છે. કંપનીએ નાણાકીય વર્ષ 2027 માટે તેની આવકમાં ઘટાડાની આગાહી કરી હતી અને $2.5 બિલિયન ખર્ચ-બચત યોજનાના ભાગ રૂપે નોકરીઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી હોવાથી આ કડાકો બોલાયો છે.
આ વર્ષે શેરમાં પહેલેથી જ 40 ટકાથી વધુ ધોવાણ નોંધાઈ ચૂક્યું છે, સીઇઓ એલિયટ હિલના નેતૃત્વમાં કંપની ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે અને આગળનો સમય પણ મુશ્કેલીભર્યો જણાઈ રહ્યો છે.
નાઇકીના અપેક્ષા કરતાં નબળા ત્રિમાસિક પરિણામો અને નિરાશાજનક દૃષ્ટિકોણને કારણે વેચાણમાં ઘટાડો થયો છે. ચીનમાં વેચાણમાં ઘટાડોથવા સાથે કંપનીના સ્પોર્ટ્સવેર અને જોર્ડન વ્યવસાયોમાં નબળાઈ અને કન્વર્ઝ આવકમાં સતત 14મા ક્વાર્ટરમાં ઘટાડો થવાને કારણે ટર્નઅરાઉન્ડ પર દબાણમાં ઉમેરો થયો છે.
૩૧ ઓગસ્ટના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નાઇકે ૧૧.૨ બિલિયન ડોલરની આવક નોંધાવી હતી, જે એક વર્ષ અગાઉના કરતા ચાર ટકા ઓછી અને વિશ્લેષકોની અપેક્ષાઓ કરતાં ઘણી ઓછી છે. કમાણીનો નફો બે ટકા ઘટીને ૭૧૨ મિલિયન ડોલર થયો હતો.
સૌથી મોટી ચિંતા કંપનીએ કરેલી ભવિષ્યવાણી એટલે કે ગઈદંસની રહી છે. નાઇકે હવે નાણાકીય વર્ષ ૨૦૨૭માં આવકમાં મોટી ટકાવારીમાં ઘટાડો થવાની ધારણા જાહેર કરી છે, આ તરફ વિશ્લેષકોએ ૨.૪ ટકાના ઘટાડાનો અંદાજ મૂક્યો હતો. બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે આનાથી નાઇકીનું વાર્ષિક વેચાણ મે ૨૦૨૦ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ પછીના સૌથી નીચા સ્તરે પહોંચશે.