Sat Sep 05 2026

Logo

સપ્તાહના અંતિમ સેશનમાં માર્કેટનું શાનદાર ઓપનિંગ, નિફ્ટી 23,400ની ઉપર ખુલ્યો

2026-06-12 10:17:00
Author: Mumbai Samachar Team
સપ્તાહના અંતિમ સેશનમાં માર્કેટનું શાનદાર ઓપનિંગ, નિફ્ટી 23,400ની ઉપર ખુલ્યો

સપ્તાહના અંતિમ સેશનમાં શુક્રવારે ભારતીય બજારોને ક્રૂડની ઘટતી કિંમત અને વૈશ્વિક બજારો તરફથી સપોર્ટ મળતા સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ ગુરુવારે 73,832.55ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ અગાઉના બંધથી 876.72 પોઇન્ટના વધારા સાથે 74,709.27ની સપાટીએ ઓપન થયો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ગુરુવારના બંધ લેવલ  23,161.60થી 250.95 ઉછળી 23,412.55ની સપાટીએ ઓપન થયો હતો. 

ટોપ ગેઇનર્સ

નિફ્ટી શેરો પર નજર કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ, ટ્રેન્ટ, હિન્દાલ્કો, L&T, ઇટરનલ, જેબીએમ ઓટો, એજિસ વોપાક, IFCI, HFCL, મોતીલાલ ઓસ્વાલ, IIFL ફાઇનાન્સિયલ વધનારા શેરોમાં સામેલ હતા. દરેક સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં વધારા સાથે કારોબાર જોવા મળ્યો. મેટલ, પાવર, રિયલ્ટી, ટેલીકોમ, ઓટો, બેંકિંગ સેક્ટરમાં 1 થી 2%ની તેજી જોવા મળી. નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપમાં પણ 1.5%નો ઉછાળો જોવા મળ્યો. 

નિફ્ટી ટોપ લૂઝર્સ

નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો ઓઓનજીસી, પીએનબી, બલરામપુર ચીની, ઓઇલ ઇન્ડિયા, ICICI લોમ્બાર્ડ, ભારતી હેક્સાકોમ, પીએનબી, બલરામપુરચીનીના શેર ઘટનારા શેરોમાં સામેલ હતા. 

એશિયન બજારોના હાલ

યુએસ બજારોમાં ડાઉજોન્સ અને નાસ્ડેકમાં તેજીની અસર એશિયન બજારો પર જોવા મળી છે. મોટા ભાગના એશિયન બજારોમાં લેવાલીનો મૂડ જોવા મળ્યો છે. નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, જકાર્તા, શાંઘાઇ, સેટ કોમ્પોઝિટમાં તેજી તરફી મૂવમેન્ટ જોવા મળી છે.