Wed Jun 17 2026

Logo

ઈરાન બ્લેકમેલની કોશિશ કરી રહ્યું છે, સફળ નહીં થવા દઈએઃ નેતન્યાહુ

Tel aviv   2026-03-20 08:32:00
Author: MayurKumar Patel
Article Image

તેલ અવીવઃ ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઈરાન પાસે હવે યુરેનિયમ સંવર્ધન કરવા કે બેલિસ્ટિક મિસાઈલ બનાવવાની ક્ષમતા નથી. ઈરાન બ્લેકમેલ કરવાની કોશિશ કીરહ્યું છે. 

અમારા ત્રણ લક્ષ્ય છે: નેતન્યાહુ

નેતન્યાહુએ કહ્યું, અમારા ત્રણ લક્ષ્ય છે. પ્રથમ પરમાણુ ખતરાને ખતમ કરવો, બીજો બેલિસ્ટિક મિસાઈલ ખતરાને ખતમ કરવો અને ત્રીજો ઈરાનના લોકો તેમની આઝાદી મેળવી શકે અને પોતાની કિસ્મતનો ફેંસલો ખુદ કરી શકે તેવી સ્થિતિ બનાવવાનો છે. અમે દાયકાઓથી ચેતવણી આપતા રહ્યા છીએ કે બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામનો ઉપયોગ દૂર દૂર સુધી ફેલાયેલા ઠેકાણા પર હુમલાને રોકવા માટે કરાશે અને જો તેને રોકવામાં નહીં આવે તો વિશ્વ પર ઘણી મોટી અસર પડશે.

જરા વિચારો, ઈરાન કઈ રીતે સમગ્ર વિશ્વને બ્લેકમેલ કરત

ઈઝરાયલના વડા પ્રધાને કહ્યું, ઈરાન મહત્ત્વના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હોર્મુઝ ખાડીને બંધ કરીને વિશ્વને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમાં સફળ નહીં થાય. ઈઝરાયલ પોતાની રીતે અને ગુપ્ત જાણકારીના માધ્યમથી હોર્મુઝ ખોલવાના અમેરિકાના પ્રયાસોમાં મદદ કરી રહ્યું છે. ખામેનેઈ શાસન પાસે પરમાણુ હથિયારોથી સજ્જ બેલિસ્ટિક મિસાઈલ હોત તો તેઓ સમગ્ર વિશ્વને કઈ રીતે બ્લેકમેલ કરત તે જરા વિચારો.

ઈઝરાયલનો નાશ થાય તેવા નારા લગાવ્યા હતા

નેતન્યાહુએ આ દરમિયાન કહ્યું કે, હું જીવતો છું અને તમે બધા સાક્ષી છો. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના નેતૃત્વમાં ઈઝરાયલ ઈરાનમાં મોટા સંકલ્પ અને બેમિસાલ તાકાત સાથે મળીને કામ કરી રહ્યું છે. ઓપરેશન રાઈઝિંગ લાયનને ખામેનેઈ શાસનથી પેદા થનારા અસ્તિત્વના ખતરાને ઓછો કરવા માટે તૈયાર કરાયું છે. આ એવું શાસન છે જેણે 47 વર્ષથી અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનની જનતા સામે જંગ છેડ્યો છે. તેણે અમેરિકાનો નાશ થાય, ઈઝરાયલનો નાશ થાય તેવા નારા લગાવ્યા છે અને પોતાના જ લોકોને અંધારામાં રાખ્યા છે.

આ ઉપરાંત ઈઝરાયલના પીએમે કહ્યું, અમે જીતી રહ્યા છીએ અને ઈરાન બરબાદ થઈ રહ્યું છે. ઈરાનની મિસાઈલ અને ડ્રોન સિસ્ટમને મોટું નુકસાન પહોંચાડીને તબાહ કરી દેવામાં આવ્યા છે. ઈરાનની હવાઈ સુરક્ષા બેકાર થઈ ચુકી છે.