Sun Oct 04 2026

Logo

નવી મુંબઈમાં 1.02 કરોડના અફીણ સાથે બે જણની ધરપકડ...

2026-02-24 17:25:42
Author: Yogesh D. Patel
નવી મુંબઈમાં 1.02 કરોડના અફીણ સાથે બે જણની ધરપકડ...

થાણે: નવી મુંબઈમાં 1.02 કરોડ રૂપિયાનું અફીણ પકડી પાડીને પોલીસે બે યુવકની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.પોલીસ અધિકારીઓએ મળેલી માહિતીને આધારે સોમવારે તળોજાના ઘોટ કેમ્પ વિસ્તારમાં રેઇડ પાડી હતી અને બંને યુવકને તાબામાં લીધા હતા, જેઓ પંજાબના રહેવાસી છે.

બંને યુવકની ઓળખ સુરિન્દર ગુરુજંતસિંહ ઉર્ફે કાલુ (24) અને મનિન્દર ગુરુજંતસિંહ (26) તરીકે થઇ હતી, જેમની પાસેથી 1.02 કરોડ રૂપિયાનું અફીણ મળી આવ્યું હતું. બંને વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બંને જણ વિરુદ્ધ એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)માં ગુનો દાખલ છે, જેમાં તેઓ વોન્ટેડ હતા. તેમણે ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)