Tue Sep 15 2026

Logo

ટ્રકે વાહનોને ટક્કર માર્યા બાદ રાહદારીઓને અડફેટમાં લીધા: મહિલાનું મોત, ચાર ઘાયલ

2026-04-18 18:09:00
Author: Yogesh C. Patel
ટ્રકે વાહનોને ટક્કર માર્યા બાદ રાહદારીઓને અડફેટમાં લીધા: મહિલાનું મોત, ચાર ઘાયલ

નાશિક: નાશિકના ખુટવડ નગર વિસ્તારમાં શનિવારે બપોરે પૂરઝડપે આવેલી ટ્રકે અનેક વાહનોનો ટક્કર માર્યા બાદ રાહદારીઓને અડફેટે લીધા હતા, જેમાં મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર જણ ઘાયલ થયા હતા. 
સામે આવેલા સીસીટીવી ફૂટેજ અનુસાર ખુટવડ નગર વિસ્તારમાં પૂરપાટ વેગે આવનારી ટ્રકના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે અકસ્માત થયો હતો. 

ટ્રકે અનેક વાહનોને ટક્કર મારી હતી અને રાહદારીઓને પણ અડફેટમાં લીધા હતા. અકસ્માતમાં વાહનોને નુકસાન થયું હતું. દરમિયાન અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા રાહદારીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં મહિલાનું મૃત્યુ થયું હતું.

ઘાયલ થયેલા અન્ય ચાર જણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ટ્રકચાલકની ધરપકડ કરી હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જૅમ સજાર્યો હતો. વાહનોને માર્ગ પરથી હટાવવામાં આવ્યા બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ થઇ ગયો હતો.