વોશિંગટનઃ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે જઈ રહી છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) આજે તેના ડ્રીમ પ્રોજેક્ટ 'આર્ટેમિસ-II' (Artemis-II) ને લોન્ચ કરી એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. વર્ષ 1972માં એપોલો-17 મિશન બાદ, એટલે કે પૂરા 53 વર્ષ પછી નાસા ફરી એકવાર ચંદ્ર મિશન લોન્ચ કરી રહ્યું છે. કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડાથી યાન અવકાશમાં જવા માટે રવાના થશે. મિશનનું લોન્ચિંગ હવામાનની સ્થિતિ અને ટેકનિકલ પાસાઓ પર નિર્ભર રહેશે. જો છેલ્લી ઘડીએ કોઈ ટેકનિકલ ખામી અથવા વાતાવરણમાં ફેરફાર જણાશે, તો સમયમાં ફેરફાર થઈ શકે છે.
માનવજાતનું મોટું સાહસ ગણાશે
આ મિશન દ્વારા નાસા માનવજાતને ફરીથી ચંદ્રની નજીક લઈ જવાની તૈયારી કરી રહ્યું છે, જે ભવિષ્યના મંગળ મિશન માટે પણ પાયાનું પથ્થર સાબિત થશે. સમગ્ર વિશ્વની નજર અત્યારે ફ્લોરિડાના આ ઐતિહાસિક લોન્ચિંગ પેડ પર ટકેલી છે. આ દસ દિવસનું એક ફ્લાઈટ મિશન રહેશે પણ ચંદ્ર પર યાન લેન્ડ નહીં કરે. માત્ર પ્રદક્ષિણા કરીને, જરૂરી તસવીર અને અભ્યાસ કરીને પરત આવશે. આ મિશન અંતર્ગત ઓરિયન સ્પેસક્રાફ્ટને દુનિયાની શક્તિશાળી સેપ્સ લૉંચ સિસ્ટમ રોકેટના માધ્યમથી રવાના કરવામાં આવશે. મિશનનો હેતુ ચંદ્રની પરિક્રમા કરવાનો છે. સ્પેસક્રાફ્ટ ઓરિયન ચંદ્રની આસપાસ પરિક્રમા કરશે. આ સાથે ઓરિયન સ્પેસક્રાફ્ટ સાથે લાઈફ સપોર્ટ સિસ્ટમ અને નેવિગેશન સિસ્ટમની પણ પ્રદક્ષિણા કરીને આવશે.
Action. Wonder. Adventure. Artemis II has got it all. Don't miss the moment. Our crewed Moon mission will launch as early as April 1.
— NASA (@NASA) March 30, 2026
Learn how to watch: https://t.co/fAg0bGAqEc pic.twitter.com/2uhg8EhwTv
પહેલી વાર મહિલા અવકાશયાત્રી જશે
આ મિશનમાં પહેલીવાર કોઈ મહિલા અવકાશયાત્રીને નાસાએ તક આપી છે. આ મિશનને રીડ વાઈસમેન લીડ કરી રહ્યા છે, જે 50 વર્ષના છે અને અમેરિકન નેવીમાં પાઇલટ તરીકે રહી ચૂક્યા છે. 165 દિવસ તેઓ અવકાશમાં રહી ચૂક્યા છે. અવકાશમાં સંશોધનનો એમને સારો એવો અનુભવ છે. આ મિશનમાં પહેલીવાર કોઈ અશ્વેત અને મહિલા અવકાશયાત્રી ચંદ્રની સફરે છે. આ ઐતિહાસિક મિશનમાં ચાર અવકાશયાત્રીઓ સામેલ છે, જેઓ નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે. વિક્ટર ગ્લોવર (મિશન પાયલટ)આ મિશનના પાયલટ છે. તેઓ ચંદ્ર મિશન પર જનારા પ્રથમ આફ્રિકન-અમેરિકન અવકાશયાત્રી છે. ક્રિસ્ટિના કોચ (મિશન એક્સપર્ટ) ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચનારી વિશ્વની પ્રથમ મહિલા બનશે. તેમની પાસે અગાઉ અવકાશમાં 328 દિવસ રહેવાનો અનુભવ છે. કેનેડિયન અવકાશયાત્રી જેરેમી હેનસેન માટે આ પ્રથમ અંતરિક્ષ યાત્રા હશે અને તેઓ ચંદ્ર મિશનમાં જોડાનાર પ્રથમ કેનેડિયન બનશે.
The weather's looking good for tomorrow's Artemis II launch, and our teams are getting the rocket ready for liftoff!
— NASA (@NASA) March 31, 2026
Read the latest updates on our mission around the Moon: https://t.co/doIjUqa1cx pic.twitter.com/TtoI6FIkvl
23 લાખ કિમી લાંબી યાત્રાનો ટાર્ગેટ
આર્ટેમિસ-II મિશન ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત પડકારજનક અને મહત્વકાંક્ષી છે. આ મિશન દરમિયાન અવકાશયાત્રીઓ પૃથ્વીથી અંદાજે 2,30,000 માઇલ (લગભગ 3.7 લાખ કિમી)થી વધુનું અંતર કાપશે. સમગ્ર પ્રવાસ દરમિયાન તેઓ કુલ 23 લાખ કિમીની યાત્રા પૂર્ણ કરશે. નાસાનું 'ઓરિયન' સ્પેસક્રાફ્ટ ચંદ્રના અત્યંત દૂરના ભાગ (Far Side) સુધી જશે. પૃથ્વી પર પરત ફરતા પહેલા આ યાન ચંદ્રની સપાટીથી અંદાજે 10,300 કિલોમીટર દૂર સુધી જઈને તેનું નિરીક્ષણ કરશે. આ મિશન માત્ર ચંદ્ર સુધી પહોંચવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્યમાં માનવીને ચંદ્ર પર કાયમી વસવાટ કરાવવા અને મંગળ ગ્રહ સુધી પહોંચાડવાના નાસાના વિઝનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.