Mon Jul 20 2026

Logo

સરકાર લોકશાહીને નબળી પાડી રહી છે: વાંગચૂક મુદ્દે નાના પટોલેના કેન્દ્ર પર પ્રહાર

2026-07-19 21:31:06
Author: Mumbai Samachar Team
Article Image

પુણે: આંદોલનકારી સોનમ વાંગચૂકની ભૂખ હડતાળના ૨૧મા દિવસે દિલ્હી પોલીસ દ્વારા તેમને બળજબરીપૂર્વક હોસ્પિટલ લઈ જવાયાના એક દિવસ બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેએ આજે સરકાર પર 'સરમુખત્યારશાહી' વલણ દાખવવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે લોકશાહીને નબળી પાડવામાં આવી રહી છે.

પટોલેએ એમ પણ જણાવ્યું હતું કે આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ યોજાનારા વિરોધ માર્ચમાં કોંગ્રેસ ભાગ લેશે. શનિવારે ભૂખ હડતાળના ૨૧મા દિવસે દિલ્હી પોલીસ દ્વારા વાંગચૂકને બળજબરીપૂર્વક સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વાંગચુકની તબિયત લથડતાં દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો અનુસાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને આ વિવાદ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના મોતના અહેવાલો અંગે કોકરોચ જનતા પાર્ટીની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનના સમર્થનમાં આ આંદોલનકારી ૨૮ જૂનથી અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે સવાલ કર્યો હતો કે, 'દિલ્હી પોલીસે લોકોને ચાદરમાં લપેટીને બળજબરીપૂર્વક હટાવ્યા. સરકાર લોકશાહીને નબળી પાડવાનું કામ કરી રહી છે. હાઈ કોર્ટ દ્વારા કયા નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા?'

પટોલેએ નીટ પરીક્ષામાં ભ્રષ્ટાચારમાં સામેલ લોકો માટે કડક સજાની પણ માંગ કરી હતી અને કહ્યું હતું કે તેઓ મૃત્યુદંડને પાત્ર છે. તેમણે કહ્યું કે, 'હવે, માર્કશીટ કૌભાંડના પણ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યાં સેના તૈનાત કરવી જોઈએ.