Tue Oct 06 2026

Logo

નાગપુરમાં ભાજપની નગરસેવિકાના પતિ પર ચાકુથી હુમલો

2026-02-16 18:51:00
Author: Yogesh C. Patel
નાગપુરમાં ભાજપની નગરસેવિકાના પતિ પર ચાકુથી હુમલો

નાગપુર: નાગપુરમાં ભાજપની નવી ચૂંટાયેલી નગસેવિકાના પતિ પર રાતે ચાકુથી હુમલો કરવામાં આવતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. નાગપુરમાં કોતવાલી પોલીસ સ્ટેશનની હદમાં રવિવારે રાતના આ ઘટના બની હતી. નગરસેવિકા માનસી શિમલેના પતિ નીતિન શામ શિમલે (39)નો આરોપી મહેશ ઉર્ફે સોનુ ગણેશ ઠાકરે (35) સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

દરમિયાન રવિવારે રાતે બંને વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા આરોપીએ નીતિન શિમલે પર ચાકુથી હુમલો કર્યો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
હુમલામાં ઘવાયેલા નીતિનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને નીતિનની હાલત નાજુક છે.

આ પ્રકરણે કોતવાલી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ આરોપીની ચલાવવામાં આવી રહી છે. (પીટીઆઇ)