Mon Oct 05 2026

Logo

મુન્દ્રા પોર્ટના રૂ.૧૭ કરોડના ચકચારી કોલસા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, જાણો ક્યાંનો છે

2026-08-11 11:20:00
Author: Mumbai Samachar Team
મુન્દ્રા પોર્ટના રૂ.૧૭ કરોડના ચકચારી કોલસા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, જાણો ક્યાંનો છે

ભુજઃ કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ ખાતે આચરવામાં આવેલા રૂ.૧૭ કરોડથી વધુના હાઈ ક્વોલિટી યુ.એસ કોલસા કૌભાંડના મુખ્ય આરોપીને પશ્ચિમ કચ્છ પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસને સોંપ્યો હતો.

ક્યાંનો છે આરોપી

પોલીસે મૂળ સુરેન્દ્રનગરના સાવલાણાના વતની અને હાલ મુંદરા રહેતા ૩૯ વર્ષીય શક્તિસિંહ અજીતસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ અન્ય સાગરીતો સાથે મળીને અદાણી પોર્ટ યાર્ડમાંથી સસ્તા ઈન્ડોનેશિયન કોલસાના બદલે મોંઘા અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યુ.એસ કોલસાને ટ્રકોમાં લોડ કરી ગેરકાયદેસર ગેટ પાસ બનાવી સગેવગે કર્યો હતો.

કંપનીને 17 કરોડનું ગયું હતું નુકસાન

આ કૌભાંડના કારણે કંપનીને રૂ.૧૭,૮૩,૯૮,૦૦૦નું આર્થિક નુકસાન થયું હતું. આ મામલે અગાઉ મુંદરા પોલીસ મથકે ચાર શખસો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જેમાં નાસતા-ફરતા મુખ્ય સૂત્રધાર શક્તિસિંહને પોલીસે ઝડપી લીધો હતો.

(ઉત્સવ વૈદ્ય)