Sat Sep 05 2026

Logo

MI માંથી હાર્દિક પંડ્યાની હકાલપટ્ટી થશે?, આ 4 ટીમો હાર્દિક પર રાખી રહી છે નજર

2026-05-13 15:34:00
Author: Savan Zalariya
MI માંથી હાર્દિક પંડ્યાની હકાલપટ્ટી થશે?, આ 4 ટીમો હાર્દિક પર રાખી રહી છે નજર

પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ(MI) માટે ચાલુ સિઝન પડકારજનક રહી છે. ટીમના રેગ્યુલર કેપ્ટન હાર્દિક પંડ્યા સામે ઘણાં સવાલો ઉઠી ચુક્યા છે, છેલ્લા કેટલાક મેચથી તે ટીમની બહાર છે. એવામાં એવી અટકળો લાગી રહી છે, આવતી સિઝન પહેલા મુંબઈ ઇન્ડિયન ફ્રેન્ચાઈઝી હાર્દિકને છૂટો કરી શકે છે.

હાર્દિક પંડ્યા આ સિઝનમાં એક કેપ્ટન અને એક ખેલાડી તરીકે નિષ્ફળ રહ્યો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટ વિશ્લેષક સંજય માંજરેકરે સૂચન કર્યું છે કે હાર્દિક માટે મુંબઈ ઈન્ડિયન્સ છોડવાનો સમય આવી ગયો છે. માંજરેકરે સૂચન કર્યું કે જસપ્રીત બુમરાહને કેપ્ટનશીપ સંભાળવી જોઈએ.

વર્ષ 2024ની IPL સિઝનમાં હાર્દિક ગુજરાત ટાઈટન્સ(GT)માંથી MI સામેલ થયો, એ સમયે ટીમની કમાન રોહિત શર્મા પાસેથી હાર્દિકને સોંપવામાં આવી. એ સિઝનમાં MI પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે રહી, એ વખતે વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોએ હાર્દિકનો હુરિયો બોલાવ્યો હતો. 2025ની સિઝનમાં MI પ્લે ઓફ સુધી પહોંચી શકી હતી. આ વર્ષે ટીમ 9મા ક્રમે છે, હાર્દિકે MI ની છેલ્લી ત્રણ મેચો રમ્યો પણ નથી અને આગામી મેચ માટે પણ ટીમ સાથે મુસાફરી નથી કરી રહ્યો. 

IPL માં અગાઉ ઘણાં ચોંકાવનારા નિર્ણયો થઇ ચુક્યા છે. 2021 માં, ડેવિડ વોર્નર પાસેથી સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH)ની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી અને આખરે પ્લેઇંગ XIમાંથી બહાર કરવામાં આવ્યો. રવિન્દ્ર જાડેજાને ટૂંકા સમય CSK નો કેપ્ટન બનાવવામાં આવ્યો, આ વર્ષે તેને રાજસ્થાન રોયલ્સને સોંપી દેવામાં આવ્યો. ગત સીઝનમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સાથે કંઇક આવું જ બન્યું. ગત વર્ષે લખનઉ સુપર જાયન્ટના કેપ્ટન કેએલ રાહુલને છૂટો કરવામાં આવ્યો.

જો MI સાથે પરિસ્થિતિ વધુ વણસે તો હાર્દિક સાથે પણ આવું થઇ શકે છે. જો હાર્દિકની ક્ષમતાને જોતા ઘણી ટીમો તેના પર નજર રાખી રાજી છે. અહેવાલ મુજબ LSG, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ તેની ટીમમાં સમેલ કરવા ઈચ્છશે.

આગમી સિઝનમાં પેટ કમિન્સ SRH તરફથી ન રમે એવી શક્યતા છે, તે ઓસ્ટ્રેલિયા તરફથી એશિઝ અને વર્લ્ડ કપ રમવા માટે પ્રાથમિકતા આપશે. KKR પણ અજિંક્ય રહાણને બદલે અન્ય કોઈ કેપ્ટનની શોધમાં છે.