(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગાંવ (પૂર્વ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક ખાનગી ઈલેક્ટ્રિક બસમાં આગ લાગી હતી, જેના ટ્રાફિક્થી વ્યસ્ત રહેતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.
ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ ગોરેગામમાં ઓબેરોય ગાર્ડન સિટી મેટ્રો સ્ટેશન પર સિગ્નલ નજીક સાંજે ૬.૧૫ વાગ્યાની આસપાસ લાગેલી આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગની જાણ થતા મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને મેટ્રો સત્તાવાળાઓના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથમાં લીધી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં ઈલેક્ટ્રિક બસની બેટરી અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.