Sun Sep 06 2026

Logo

આઇપીએલમાં સૌથી વધુ નો બૉલ ફેંકનારા પાંચ બોલર્સમાં પહેલા નંબરે છે...

2026-05-06 17:28:41
Author: Ajay Motiwala
આઇપીએલમાં સૌથી વધુ નો બૉલ ફેંકનારા પાંચ બોલર્સમાં પહેલા નંબરે છે...

AI Generated Images


મુંબઈઃ આઇપીએલ (IPL)માં સોમવારે 46મા મુકાબલામાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના મુખ્ય પેસ બોલર જસપ્રીત બુમરાહે (BUMRAH) ત્રણ નો બૉલ ફેંક્યા એના પરથી એક વિશ્લેષણ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ નો બૉલ ફેંકનારા બોલર્સમાં બુમરાહ પ્રથમ સ્થાને છે અને તેના પછી બીજા નંબરે જે બોલર છે એ તેનાથી ઘણો પાછળ છે.

ટી-20 મૅચમાં દરેક બોલરને વધુમાં વધુ ચાર ઓવર બોલિંગ કરવા મળે છે અને એમાં જો તે નો બૉલ કે વાઇડ બૉલ ફેંકે તો તેની બોલિંગ ઍનેલિસિસ પર તો ખરાબ અસર થતી જ હોય છે, તેની ટીમના પર્ફોર્મન્સ પર પણ વિપરીત અસર થાય છે.

આઇપીએલના 19 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ નો બૉલ બુમરાહે ફેંક્યા છે. તેણે કુલ 39 નો બૉલ ફેંક્યા છે. આ આંકડો આઇપીએલમાં રમી ચૂકેલા તમામ બોલર્સમાં હાઇએસ્ટ છે. બીજા નંબરે ઉમેશ યાદવ છે. ઉમેશે 24 નો બૉલ ફેંક્યા છે.

ત્રીજા-ચોથા નંબરે અનુક્રમે એસ. શ્રીસાન્ત અને ઇશાન્ત શર્મા છે. આ બન્ને બોલરે આઇપીએલમાં કુલ 23-23 નો બૉલ ફેંક્યા છે. ચોથા નંબર પર અમિત મિશ્રા અને હર્ષલ પટેલ છે. તેમણે 21-21 નો બૉલ ફેંક્યા છે. પાંચમા સ્થાને લસિથ મલિન્ગા છે જે હવે નિવૃત્ત છે અને તેણે તેની આઇપીએલ-કરીઅરમાં કુલ 18 નો બૉલ ફેંક્યા હતા.