Mon Aug 31 2026

Logo

અલી ખામેનીની શોક સભામાં મોજતબા ખામેનીની ગેરહાજરી સસ્પેન્સ વધાર્યું

Tehran   2026-07-05 20:20:51
Author: Chandrakant Kanoja
અલી ખામેનીની શોક સભામાં મોજતબા ખામેનીની ગેરહાજરી સસ્પેન્સ વધાર્યું

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની તહેરાનમાં યોજાયેલી શોક સભામાં  તેમના પુત્રો સહિત અનેક નેતાઓ જાહેરમાં જોવા મળ્યા હતા. જોકે, તેમના ઉત્તરાધિકારી અને પુત્ર મોજતબા ખામેનીની ગેરહાજરીએ સસ્પેન્સ વધારી દીધું છે. 

આયાતુલ્લાહ અલી ખામેનીની શોકસભામાં  બધાની નજર મોજતબા ખામેનીને શોધી રહી હતી. જેમને ઇરાનના સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોજતબાના ત્રણ ભાઈઓ શોકસભામાં જાહેરમાં દેખાયા હતા પરંતુ તેમની ગેરહાજરીએ તહેરાનમાં સસ્પેન્સ વધારી દીધું છે. તેમજ  28 ફેબ્રુઆરીના રોજ થયેલા હવાઈ હુમલા બાદ  આ પહેલી વાર છે જ્યારે ઈરાનના નેતાઓ આટલી મોટી સંખ્યામાં એક સાથે જોવા મળ્યા હતા. 

28 ફેબ્રુઆરીના રોજ થયેલા મોટા હવાઈ હુમલા પછી ઈરાનના ટોચના નેતૃત્વ પહેલી વાર જાહેરમાં એકસાથે દેખાયા હતા. 

જેમાં તહેરાનમાં 97  વર્ષીય શિયા ધર્મગુરુ આયતુલ્લાહ જાફર સોભાનીએ ગ્રાન્ડ મોસલ્લા ખાતે નમાજનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે ખામેનીના પુત્રો - મસૂદ, મેયસમ અને મુસ્તફા - રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)ના વડા જનરલ અહમદ વાહિદી, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ અને કુદ્સ ફોર્સના વડા ઇસ્માઇલ કાની હાજર રહ્યા હતા. જનરલ વાહિદી કાળા  રંગની બેઝબોલ ટોપી અને સાદા કપડાં પહેરેલા અને સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલા જોવા મળ્યા હતા.