નવી દિલ્હીઃ ભારતનું ચૂંટણીપંચને ફરી ચર્ચામાં આવ્યું છે. વિપક્ષે પણ ચૂંટણીપંચની ભૂમિકા પર આ વખતે ગંભીર પ્રશ્નો ઊઠાવ્યા છે. આ દરમિયાન કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના અભિજીત દીપકેએ પણ હવે મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોરચો માંડ્યો છે. ચૂંટણી પંચમાં SIRમાં મતભેદનો દાવો કરીને આવેલા એક અહેવાલનો ઉલ્લેખ કરીને કહ્યું- તેઓ ચૂંટણી નથી કરાવી રહ્યા પરંતુ પટકથા લખી રહ્યા છે. દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનરને દેશના દુશ્મન પણ ગણાવ્યા હતા.
મીડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બે ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન 10 મહિનામાં કુલ 14 વખત ઔપચારિક રીતે પોતાના વાંધા નોંધાવ્યા હતા. આ વાંધાઓને અવગણીને ઘણા નિર્ણયો લાગુ કરવામાં આવ્યા હતા. આ અહેવાલ પ્રકાશિત થતાં જ કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી (આપ), સમાજવાદી પાર્ટી (સપા) સહિતના ઘણા વિરોધ પક્ષોની સાથે સીજેપી નેતાઓએ પણ પહેલેથી જ નિશાના પર રહેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને આડે હાથ લીધા હતા.
S.I.R - Special Intensive Rigging
— Abhijeet Dipke (@abhijeet_dipke) September 23, 2026
અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, જ્ઞાનેશ કુમાર ભારતના દુશ્મન છે. કથિત રીતે 12 કરોડથી વધુ નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. જે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન કુલ નોંધાયેલા 97 કરોડ મતદારોના 12.4 ટકા છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ અને વિપક્ષ વચ્ચેનો તફાવત માત્ર 2 ટકાનો છે. જ્ઞાનેશ કુમાર ચૂંટણી નથી કરાવી રહ્યા, તેઓ તેની પટકથા લખી રહ્યા છે. આ ઉપરાંત દીપકેએ અન્ય એક પોસ્ટમાં એસઆઈઆરને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિગિંગ ગણાવ્યું છે.
સીજેપીના સહ-સંયોજક આશુતોષ રાંકાએ પણ જ્ઞાનેશ કુમાર પર લોકશાહી બરબાદ કરનાર કહીને નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું, જ્યારે આ દેશનો ઇતિહાસ લખાશે, ત્યારે લોકશાહીને બરબાદ કરવામાં સામેલ લોકોની યાદીમાં જ્ઞાનેશ કુમારનું નામ ઘણું ઉપર હશે. બાદમાં તેમણે દીપકેની પોસ્ટ શેર કરતાં કહ્યું, 'જ્ઞાનેશ કુમાર ભારતના દુશ્મન છે તેમ કહેવામાં કોઈને પણ સંકોચ ન થવો જોઈએ.'
Gyanesh Kumar is the enemy of India. More than 12 crore names have reportedly been deleted from electoral rolls. That is roughly 12.4% of the 97 crore registered electorate around the 2024 Lok Sabha election. The gap between the BJP-led NDA and the opposition was just 2%. Gyanesh Kumar isn’t conducting elections, he is scripting them.
— Abhijeet Dipke (@abhijeet_dipke) September 23, 2026
ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા
આ વિવાદ વચ્ચે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતાં જણાવ્યું, પંચમાં બંધારણ મુજબ જ કામ થાય છે. પંચે જણાવ્યું કે નિર્ણય બહુમતીથી જ લેવાયો છે અને તમામ નિર્ણયો સાથે મળીને લેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે કહ્યું છે કે માત્ર અમુક જ નોટ્સ દર્શાવવામાં આવી રહી છે. ડ્રાફ્ટ દરમિયાન સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો/સૂચનો મતદારોના અધિકારોના રક્ષણ માટેની સામાન્ય વહીવટી પ્રક્રિયાનો ભાગ છે.
Official Press Note https://t.co/xIQvXHqMSt
— Election Commission of India (@ECISVEEP) September 23, 2026
કોઈ પણ સંસ્થામાં વિચાર-વિમર્શ દરમિયાન અલગ-અલગ અભિપ્રાય આવવા સામાન્ય છે. આ નિર્ણય લેતા પહેલાંની પ્રક્રિયા છે. ત્રણેય કમિશનરોમાંથી માત્ર એક જ નહીં, દરેક અધિકારીને સૂચન આપવાનો અધિકાર છે.