Wed Jun 17 2026

Logo

મધ્યપૂર્વના યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત, અત્યાર સુધીમાં છ ભારતીયોના મોત થયાં

Riyadh   2026-03-21 09:45:00
Author: Vimal Prajapati
Article Image

રિયાધઃ યુદ્ધમાં કોઈ પક્ષની જીત થાય છે પરંતુ નુકસાન બંને પક્ષે થતું હોય છે. મધ્યપૂર્વના આ યુદ્ધમાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનને તો નુકસાન થઈ જ રહ્યું છે, પરંતુ અન્ય દેશોન પણ નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ યુદ્ધના કારણે ભારતને પણ નુકસાન થઈ રહ્યું છે. મધ્યપૂર્વના યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, અત્યારે સુધીમાં કુલ 6 ભારતીયોનું મોત થયું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સાઉદી અરબની રાજધાની રિયાધમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. પરંતુ મોતનું સ્પષ્ટ કારણ હજી જાણવા મળ્યું નથી.

મિસાઈલ હુમલાના કારણે ભારતીયનું મોત થયું?

વિગતે વાત કરવામાં આવે તો, 18 માર્ચના રોજ સાઉદી અરબે દાવો કર્યો હતો કે, રિયાદને નિશાન બનાવીને તેના પર ચાર મિસાઈલો છોડવામાં આવી હતી. જેના કારણે રિયાદમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આ કાટમાળ નીચે પડતાં ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 18 માર્ચે રિયાધમાં ઘણા લોકોએ આ વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો હતો, એટલું જ નહીં પરંતુ તેમના મોબાઇલ ફોન પર પણ ચેતવણીઓ જારી કરવામાં આવી હતી. 

મધ્યપૂર્વના યુદ્ધમાં ભારતીયો બની રહ્યાં છે ભોગ!

આ પહેલાની વાત કરવામાં આવે તો, ઈરાન સતત સાઉદી અરેબિયા સહિત ખાડી દેશો તરફ મિસાઈલો અને ડ્રોન છોડતું રહ્યું છે. લાખો ભારતીય પ્રવાસીઓ આ ખાડી દેશોમાં રહે છે. જેઓ અનેક પ્રકારના અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે. મધ્યપૂર્વના આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં છ ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 14 માર્ચે, ઓમાનના સોહરમાં ડ્રોન હુમલામાં બે ભારતીયોના મોત થયા હતા. એક અઠવાડિયા પહેલા, સાઉદી અરેબિયાના અલ-ખાર્જમાં એક ભારતીય નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.