વોશિંગ્ટન : મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં હવે અમેરિકાએ ઈરાનના સૈન્ય આઇઆરજીસીના (IRGC)નેટવર્કને તોડવા નવી રણનીતિ અપનાવી છે. જેમાં યુએસ વિદેશ મંત્રાલયે આઇઆરજીસીના ફાયનાન્સિયલ નેટવર્ક સુધી પહોંચાડતી માહિતી માટે 15 મિલિયન ડોલર( 143 કરોડ ભારતીય રૂપિયા) સુધીના ઇનામની જાહેરાત કરી છે.
અમેરિકા ઈરાન પર દબાણ વધારી રહ્યું છે
અમેરિકાના મતે IRGC ગેરકાયદે ક્રૂડ ઓઇલ વેપાર અને ગુપ્ત નાણાકીય નેટવર્ક્સ દ્વારા આતંકવાદ અને પ્રાદેશિક અસ્થિરતાને વેગ આપી રહ્યું છે. યુએસ વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર તેની "ઇકોનૉમિક ફ્યુરી" પ્રતિબંધ નીતિ હેઠળ ઈરાન પર દબાણ વધારી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વહીવટીતંત્ર તેના ગેરકાયદે ક્રૂડ ઓઇલ નેટવર્કને નિશાન બનાવીને IRGC ની નાણાકીય શક્તિને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ત્રણ વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા
આ ઉપરાંત અમેરિકાએ IRGC ના ક્રૂડ ઓઇલ વેપાર નેટવર્ક તેમજ વિદેશમાં ઈરાની તેલ પરિવહનમાં સામેલ વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાની શરૂઆત કરીછે. તેમજ IRGC ના શાહિદ પુરજાફરી ઓઇલ મુખ્યાલય સાથે જોડાયેલા ત્રણ વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકાનાઅધિકારીઓનો દાવો છે કે આ વ્યક્તિઓ ક્રૂડ ઓઇલ સંબંધિત નાણાકીય વ્યવહારોનું સંચાલન કરતા હતા.
ઈરાનની જનતા આર્થિક મુશ્કેલીમાં
અમેરિકાના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીનો હેતુ પ્રોક્સી સંગઠનો અને લશ્કરી પ્રવૃત્તિઓ માટે કથિત રીતે ઉપયોગમાં લેવાતા ફંડિગ ચેનલોને તોડી પાડવાનો છે. કરવાનો છે. આ ઉપરાંત ઈરાની જનતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે ઈરાની સરકાર લશ્કરી નેટવર્ક પર સંસાધનો ખર્ચ કરી રહી છે.