Fri May 22 2026

Logo

Evergreen Romantic Song: 26 વર્ષ પછી પણ અકબંધ છે આ ગીતનો જાદુ! બીચવિયરમાં ઐશ્વર્યાએ ચલાવ્યો હતો જાદુ, તમે સાંભળ્યું કે નહીં...

2026-05-20 21:10:00
Author: Darshana Visaria
Article Image

હિન્દી ફિલ્મોમાં પ્રેમ, લાગણી અને દિલના અરમાનોને જ્યારે સંગીતના સુરમાં પરોવવામાં આવે છે, ત્યારે એ ગીત સદાબહાર બની જાય છે. ડિજિટલ યુગ અને સોશિયલ મીડિયાના આજના જમાનામાં પણ બોલીવૂડના કેટલાક રોમેન્ટિક ગીતોનો ક્રેઝ જરાય ઓછો થયો નથી. લાંબી સફર હોય, કોઈ સરસ મજાની સાંજ હોય પ્રેમભર્યા ગીતો હંમેશા લોકોનો મૂડ સુધારી દે છે. આજે વાત કરીએ 26 વર્ષ પહેલાં રિલીઝ થયેલા એક એવા ગીતની કે જે આજે પણ કરોડો લોકોની પ્લેલિસ્ટનો એક ખાસ હિસ્સો છે. આ ગીતમાં બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાયે બિકીની પહેરીને પોતાના હુસ્નનો જાદુ ચલાવ્યો હતો... 

અહીં જે ગીતની વાત થઈ રહી છે એ છે વર્ષ 2000માં રીલિઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'જોશ'નું ‘મેરે ખ્યાલોં કી મલિકા, ચારોં તરફ તેરી છૈયા રે’... આજે પણ જ્યારે આ ગીતના શબ્દો કાન પર પડે છે, ત્યારે મન પ્રેમભર્યા અહેસાસથી ભરાઈ જાય છે. 

આ સુંદર રોમેન્ટિક ગીતને મશહૂર પ્લેબેક સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ પોતાનો મધુર અવાજ આપ્યો હતો. ગીતની કાનમાં રસ ઘોળતી ધૂન જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિક દ્વારા કમ્પોઝ કરવામાં આવી હતી અને દિલને સ્પર્શી જાય તેવા તેના સરળ શબ્દો ગીતકાર સમીર દ્વારા લખાયા હતા. એ દોરમાં રેડિયો, કેસેટ અને ટીવી ચેનલો પર આ ગીતે ધૂમ મચાવી દીધી હતી.

ફિલ્મમાં આ ગીત મિસ યુનિવર્સ ઐશ્વર્યા રાય અને અભિનેતા ચંદ્રચુડ સિંહ પર ફિલ્માવવામાં આવ્યું હતું. બંનેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી, સુંદર લોકેશન, ક્લાસિક કોસ્ટ્યુમ્સ અને કૂલ વિઝ્યુઅલ્સે આ ગીતને એવરગ્રીન બનાવી દીધું હતું. નવી પેઢી પણ આ ગીતની એટલી જ દીવાની છે. આજે પણ ઇન્સ્ટાગ્રામ પર આ ગીત પર હજારો લોકો રીલ્સ બનાવે છે અને યુટ્યુબ પર તેના વીડિયોને કરોડો વ્યુઝ મળી ચૂક્યા છે. જો કે આ ગીતના ઘણા નવા વર્ઝન અને રીમિક્સ આવ્યા, પરંતુ ઓરિજિનલ ગીતનો ક્રેઝ આજે પણ અજેય છે.

વાત કરીએ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની તો મન્સૂર ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'જોશ' તે સમયની સૌથી મોટી ફિલ્મોમાંથી એક હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય ભાઈ-બહેનના રોલમાં જોવા મળ્યા હતા. જ્યારે શરદ કપૂર અને પ્રિયા ગિલ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ રૂપિયા 16 કરોડના ખર્ચે તૈયાર થઈ હતી અને બોક્સ ઓફિસ પર ફિલ્મે અદભુત પ્રદર્શન કરીને લગભગ રૂપિયા 35 કરોડની શાનદાર કમાણી કરી હતી. 

જોશ ફિલ્મની સ્ટોરી અને ગેંગ-વોરના ડ્રામાની સાથે તેના ગીતોએ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તમારું શું કહેવું છે એ ગીતને લઈને, તમારા મનમાં પણ આવા કોઈ એવરગ્રીન, દિલને ખુશ કરી દેતાં ગીતો