Wed Sep 16 2026

Logo

હોળી પર બની રહ્યા એક સાથે અનેક યોગ, ચાર રાશિના જાતકોનો શરુ થશે ગોલ્ડન પિરીયડ...

2026-02-25 16:38:00
Author: Darshana Visaria
હોળી પર બની રહ્યા એક સાથે અનેક યોગ, ચાર રાશિના જાતકોનો શરુ થશે ગોલ્ડન પિરીયડ...

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વર્ષ 2026ની હોળી અત્યંત ખાસ રહેવાની છે. આ વર્ષે હોળી પર ગ્રહોની સ્થિતિ કંઈક એવી બની રહી છે જે વર્ષોમાં એકાદ વાર જોવા મળે છે. કુંભ રાશિમાં ચાર મુખ્ય ગ્રહોની યુતિ અને શુક્રનું મીન રાશિમાં ગોચર અનેક શક્તિશાળી રાજયોગોનું નિર્માણ કરી રહ્યું છે, જે અમુક રાશિઓ માટે સુવર્ણકાળની શરૂઆત કરશે. 

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર કુંભ રાશિમાં સૂર્ય, બુધ, મંગળ અને રાહુની હાજરીથી આ વિશેષ યોગ બનશે. આ સાથે સાથે જ બીજી માર્ચ 2026ના રોજ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે, જેનાથી 'માલવ્ય રાજયોગ' રચાશે. આ યોગ ભૌતિક સુખ-સુવિધા અને સંપત્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કુંભ રાશિમાં સૂર્યની સાથે બુધ અને મંગળની યુતિ થતાં બુધાદિત્ય અને મંગલાદિત્ય યોગ એમ બે શુભ રાજયોગોનું નિર્માણ થશે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અપરંપાર લાભની તક મળશે, ભાગ્યનો સાથ મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે પણ આ સમયગાળો ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે. શુક્ર તમારી રાશિનો સ્વામી છે, તેથી માલવ્ય રાજયોગનો સીધો ફાયદો તમને મળશે. આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. અટકેલા નાણાં પરત મળશે. નવી મિલકત કે વાહન ખરીદવાના મજબૂત યોગ છે. કરિયરમાં અણધારી પ્રગતિ જોવા મળશે.

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. બુધાદિત્ય રાજયોગ તમારા માટે વરદાન સાબિત થશે. તમારી બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. વાણી કૌશલ્યથી તમે વેપાર અને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મેળવશો. રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે.

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર લાભદાયી સાબિત થવાનો છે. ગ્રહોના રાજા સૂર્યના પ્રભાવથી તમારા માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં ભારે વધારો થશે. સરકારી કે વહીવટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સિદ્ધિ મળી શકે છે. નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને લાંબા સમયથી અટકેલું પ્રમોશન હવે મળી શકે છે.

તુલાઃ
તુલા રાશિના જાતકો માટે હોળીથી શુક્ર તમારી રાશિનો સ્વામી હોવાથી આ સમય તમારા માટે 'અચ્છે દિન' લઈને આવશે. સુખ-સુવિધાઓ અને લક્ઝરી પાછળ ખર્ચ કરશો. પ્રેમ જીવન અને દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને સમાજમાં તમારું આકર્ષણ વધશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ હરવા ફરવાનું પ્લાનિંગ કરશો.