Sat Sep 05 2026

Logo

મજાસ બસ ડેપોમાં છતનું પ્લાસ્ટર તૂટી પડતાં બેસ્ટ વેટ-લીઝ ઓપરેટરના ત્રણ મિકેનિક જખમી

2026-08-06 20:22:27
Author: Sapna Desai
મજાસ બસ ડેપોમાં છતનું પ્લાસ્ટર તૂટી પડતાં બેસ્ટ વેટ-લીઝ ઓપરેટરના ત્રણ મિકેનિક જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
 જોગેશ્ર્રીના મજાસ બસ ડેપોમાં સ્ટોર રૂમ-કમ-રેસ્ટ રૂમની છત પરથી પ્લાસ્ટરના ટુકડા તૂટી પડતાં બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) વેટ-લીઝ બસ ઓપરેટર માતેશ્ર્વરી અર્બન ટ્રાન્સપોર્ટ સાથે કામ કરતા ત્રણ મિકેનિક જખમી થયા હોવાનો બનાવ બન્યો હતો. 

આ ઘટના સવારે લગભગ ૬.૪૫ વાગ્યે બની હતી જ્યારે છત પરથી પ્લાસ્ટર અચાનક રૂમની અંદર પડી ગયું હતું, જેમાં ઓપરેટરના ઍન્જિનિયરિંગ વિભાગના ત્રણ મિકેનિક જખમી થયા હતા. તેમને  જોગેશ્ર્વરીમાં આવેલી ટ્રોમા કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્રણેયની તબિયત  સ્થિર હોવાનું જાણવા મળતાં ત્રણેયને હૉસ્પિટલથી સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.