જો તમે ફરવાના શોખીન હોય અને શિમલા-મનાલી જેવી ઓવરક્રાઉડ જગ્યાઓથી દૂર શાંતિ અને નિરાંતવાળી જગ્યાઓ એક્સપ્લોર કરવા માંગતા હોય તો મહારાષ્ટ્રના વેલી ઓફ ફ્લાવર્સ ફરી શકો છો. ચોમાસાની ઋતુમાં રાજ્યનું કાસ પઠાર એટલે કે કાસ પાથર રંગબેરંગી ફૂલોથી સજી જાય છે. દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી વચ્ચે ગુલાબી, પીળા, જાંબુડી અને સફેદ ફૂલોની ચાદર જોઈને એવું લાગે છે જેમ કોઈ પેન્ટિંગ વચ્ચે આવી ગઈ હોય.

આ જ કારણ છે કે કાસ પઠાર મહારાષ્ટ્રના સૌથી સુંદર સ્થળોમાંથી એક છે. સતારા જિલ્લામાં સહ્યાદ્રીના પહાડો વચ્ચે વસેલો આ વિસ્તાર ફક્ત સુંદર નજારાઓ માટે જ ખાસ નથી. આ સાથે અહીંયા અનેક પ્રકારના રેર અને સ્થાનિક ફૂલ-છોડ પણ જોવા મળે છે. જો તમે આ ચોમાસામાં કાસ પઠાર જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ વાતો જરૂર જાણીએ.
ક્યાં આવેલું છે કાસ પઠાર?
કાસ પઠારને 'કાસ પાથર'ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં વેસ્ટર્ન ઘાટ પાસે આવેલું છે. પુણેથી તે લગભગ 140 કિલોમીટર અને મુંબઈથી લગભગ 273 કિલોમીટરના અંતરે આવેલું છે. રોડ માર્ગે પહોંચવાનું પણ સરળ છે. રસ્તામાં સહ્યાદ્રીના પહાડો અને હરિયાળીના સુંદર નજારાઓ સફરને ખાસ બનાવી દે છે. આથી પુણે કે મુંબઈથી વિકેન્ડ ટ્રીપ માટે પણ સારું સ્થળ છે.
કાસ પઠારની ખાસિયત?
કાસ પઠારની ઓળખ અહીંયા ખીલનારા જંગલી ફૂલોથી છે, અહીંયા ફૂલ-છોડની 850 થી વધારે પ્રજાતિઓ મળી આવે છે. એમાંથી ઘણી રેર અને આ વિસ્તારમાં મળનારી પ્રજાતિઓ પણ સામેલ છે. ચોમાસામાં જયારે ફૂલો એકસાથે ખીલે છે, ત્યારે સમગ્ર પઠાર ગુલાબી, પીળા, સફેદ રંગોથી ભરાઈ જાય છે. આ નજારો કાસ પઠારને અન્ય હિલ સ્ટેશનોથી અલગ બનાવી દે છે.
કઈ રીતે જશો કાસ પઠાર?
કાસ પઠાર ફરવા માટે ઓગસ્ટના અંતિમ અઠવાડિયાથી ઓક્ટોબરની શરૂઆત સુધીનો સમય સારો માનવામાં આવે છે. દરમિયાન અહીંયા જંગલી ફૂલોનો રંગ સૌથી વધારે જોવા મળે છે. વરસાદ બાદ વાતાવરણ આહલાદક બની જાય છે. ફૂલો સાથે વાદળ અને લીલાછમ પહાડો અત્યંત સુંદર નજારો બનાવી દે છે. જો ભીડથી બચવા માંગતા હોય તો વીકડે પર જવું ઉત્તમ રહેશે.
કાસ પઠાર પહોંચીને તમને ફક્ત રંગબેરંગી ફૂલો જ નહીં પરંતુ ચારેબાજુ ફેલાયેલા લીલાછમ પહાડો, ઠંડી હવા, વાદળોથી ઘેરાયેલું આકાશ અને શાંતિનું વાતાવરણ આ જગ્યાને ખાસ બનાવી દે છે. જો તમને નેચર ફોટોગ્રાફી પસંદ છે તો અહીંયા અનેક સુંદર ફ્રેમ મળી શકે છે. જો કે ફૂલો અને છોડને નુકશાન ન પહોંચે તેની કાળજી રાખવી અત્યંત જરૂરી છે.
કાસ પઠારની ઈકોસિસ્ટમ ઘણી નાજુક છે. આ કારણે જ અહીંયા આવનારા ટુરિસ્ટોની સંખ્યાને કંટ્રોલ કરવામાં આવે છે. જેનો અર્થ આ પ્રાકૃતિક જગ્યાને ભીડ અને પર્યટકોની બેદરકારીથી થનારા નુકસાનથી બચાવવાનું છે, તેથી ફરવા જતા પહેલા એન્ટ્રીના નિયમોને તપાસી લેવા જરૂરી બને છે. કાસ પઠાર પુણે અથવા મુંબઈથી જઈ શકાય છે. રોડ ટ્રીપ દરમિયાન સહ્યાદ્રીનાં પહાડોના સુંદર નજારાઓ જોવા મળે છે. અહીંયા આવ્યા બાદ કાસ તળાવ અને ઠોસેઘર વોટરફોલ જેવા આસપાસના સ્થળોએ પણ જઈ શકાય છે.