Fri May 22 2026

Logo

મહારાષ્ટ્ર બનશે દેશનું એઆઈ (AI) હબઃ ફડણવીસની મોટી જાહેરાત

2026-05-22 20:55:59
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: રાજ્ય દેશમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) નવતર શોધના અગ્રણી કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું હોવાનું જણાવી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે આગામી મુંબઈ ટેક વીક 2026 ગયા વર્ષની સરખામણીએ વધુ વ્યાપક અને વધુ પ્રભાવશાળી હશે. 

સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે આ કાર્યક્રમની જાહેરાત કરતા ફડણવીસે કહ્યું કે ભવિષ્યમાં એઆઈ જંગી પરિવર્તન લાવશે અને તમામ ક્ષેત્રોમાં ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

મુંબઈ ટેક વીક 2026 29 અને 30 મેના દિવસે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત થશે. આ આયોજનમાં ઓપનએઆઈ, મેટા, એન્થ્રોપિક અને ગૂગલ ક્લાઉડ સહિત અગ્રણી વૈશ્વિક એઆઈ કંપની સહભાગી થશે. 

મહારાષ્ટ્ર સરકાર આઈડીએફસી ફર્સ્ટ બેંક અને મેટાના સહયોગથી ટેક એન્ટરપ્રેન્યોર્સ એસોસિએશન ઓફ મુંબઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ ડેવલપર્સ અને ટેકનોલોજી ઉત્સાહીઓ હાજરી આપે એવી સંભાવના હોવાનું જણાવાયું છે.

વધુ માહિતી આપતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે 'મુંબઈ ટેક વીકના આયોજનને કારણે યુવાનોને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં આગળ વધ્ધવાનો મોકો મળશે અને મહારાષ્ટ્રન એઆઈ માટે દેશના અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાપિત થશે. રાજ્ય સરકાર શાસન અને વહીવટી કાર્યક્ષમતા સુધારવા માટે પહેલાથી જ ઘણા વિભાગોમાં એઆઈનો ઉપયોગ કરી રહી છે.  (પીટીઆઈ)