Fri Aug 21 2026

Logo

ઉત્તર ભારતમાં લદ્દાખ ભૂકંપના આંચકાથી ધ્રૂજ્યું,  રિક્ટર સ્કેલ આટલી તીવ્રતા નોંધાઈ

2026-03-27 10:32:00
Author: Vimal Prajapati
Article Image

લેહઃ લદ્દાખના લેહ વિસ્તારમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. એનસીએસ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે રિક્ટર સ્કેલ પર 3.9 ની તીવ્રતા નોંધાઈ છે. આ ભૂકંપ આજે સવારે 08:31 વાગ્યાની આસપાસ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે લદ્દાખ સાથે સાથે નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેપાળમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જો કે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મલ્યાં નથી. 

ભારતમાં 3.9ની તીવ્રતાના ભૂકંપ આવ્યો

ભારતમાં આવેલા 3.9ની તીવ્રતાના ભૂકંપની વાત કરવામાં આવે તો, ભૂકંપ 08:31 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે નોંધાયું છે.. તેનું કેન્દ્રબિંદુ 36.692°N અક્ષાંશ અને 74.382°E રેખાંશ પર સ્થિત હતું. ભૂકંપના કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, કોઈ જાનહાનિ ના થઈ હોવાના કારણે તંત્રએ રાહતનો સ્વાસ લીધો છે. 

નેપાળના સુદુરપશ્ચિમ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નેપાળની વાત કરવામાં આવે તો, ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં આવેલા સુદુરપશ્ચિમ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી વિગતો પ્રમામે નેપાળમાં આજે સવારે 08:32 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેપાળમાં આવેલા બૈતડી અને બઝાંગ જિલ્લામાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતમાં 08:31 વાગ્યે ભૂકંપ આવ્યો અને તેની એક જ મિનિટ પછી એટલે કે, 08:32 વાગ્યે નેપાળની ધરા ધ્રૂજી હતી. નેપાળમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ દાર્ચુલા જિલ્લાના મુરઈ વિસ્તાર પાસે નોંધાયું છે. 

 

મંગળવારે રાજકોટમાં પણ આવ્યો હતો ભૂકંપ

આ પહેલા રાજકોટમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યાં હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2ની નોંધાઈ હતી. રાજકોટમાં સાંજે 5.41 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા આપવામાં આવેલી આંકડા ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી સાત કિમી દીર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં 15 કિમી નીચે નોંધાયો .જો કે, સ્થાનિકોનું કહેવું એવું હતું કે તેમને આ ભૂકંપનો કોઈ અહેસાસ થયો નથી.