Tue Jun 02 2026

Logo

ફિલ્મના શૂટિંગ વખતે કૃતિ સેનન કેમ ચિડાઈ ગઈ? અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

2026-06-02 20:35:39
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ 'ક્રૂ' ફિલ્મની ક્વિન કૃતિ સેનન પોતાની નવી ફિલ્મ 'કોકટેલ-2'ના લૉંચ વખતે જોરશોરથી ચર્ચામાં રહી હતી. શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિને ચમકાવતી ફિલ્મ 'કોકટેલ' ફિલ્મની જ સિક્વલ છે પણ આ વખતે વિષય જુદો છે. આ ફિલ્મમાં કૃતિનો રોલ ખૂબ દમદાર છે, બોલ્ડ અને બેફિકર અંદાજમાં કૃતિનો એક નવો અવતાર સ્ક્રિન પર જોવા મળશે. 
ઈટલીમાં ફિલ્મના શૂટિંગ વખતે જે બન્યું એ વાત વાયરલ થઈ છે, જેમાં ભૂખના કારણે કૃતિ ચિડાઈ ગઈ હતી. આ ફિલ્મના કેટલાક સીન ઈટલીમાં શૂટ કરવાના હતા એ સમયે જે કિસ્સો બન્યો હતો એ વિશેની વિગત ફિલ્મ રિલીઝ પહેલા સામે આવી છે. 

શાહિદને સાક્ષી રાખીને વાત સ્વીકારી

આ ફિલ્મ માટે કૃતિએ તૈયારીઓ પણ સારી એવી કરી હતી. ફીટ રહેવા માટે પ્રોપટ ડાયેટ અને કસરત પર પૂરતું ધ્યાન આપ્યું હતું. કદાચ આ કારણે જ ભૂખ સહન ન થતા તે ચિડાઈ ગઈ હતી. આ કિસ્સા અંગે વાત કરતા એક્ટ્રેસ કહે છે કે, મેં પહેલીવાર આટલું સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કર્યું છે. આ જ ફિલ્મના એક શુટિંગ શેડ્યુલ વખતે હું ઈટાલીમાં હતી. દિવસનો મોટા ભાગનો સમય કંઈ જ ખાધા-પીધા વગર પસાર થતો હતો. 

આ અંગેની પુષ્ટિ શાહિદ સરળતાથી કરી શકે છે. કારણ કે, દર વખતે હું ભૂખના કારણે ચિડાઈ જતી હતી, જોકે અંતે બધુ સારૂ રહ્યું અને શુટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયુ હતું. 'કોકટેલ-2' ફિલ્મ 19 જૂને રિલીઝ થઈ રહી છે. રશ્મિકાનું પાત્ર સ્ટોરીમાં એક અલગ ફીલ ઉમેરી દે છે. ફિલ્મમાં શાહિદ કપૂરે પણ કૃણાલનું પાત્ર પ્લે કર્યું છે. સ્ટોરી અને વિષય શું એ તો રિલીઝ બાદ ખ્યાલ આવશે પણ ફિલ્મના ટ્રેલર પરથી એટલું કહી શકાય કે, વાર્તામાં કંઈક તો નવું છે. 

મોટા ભાગનું શુટિંગ વિદેશમાં થયેલું

વર્ષ 2012માં 'કોકટેલ' ફિલ્મ લોકોને યાદ આવી જશે એ નક્કી છે. ડાયરેક્ટર હોમી અડજાનિયા રિલેશનશિપનું એક એવું ટ્રાયએંગલ લઈને આવ્યા છે જે ખરેખર ઈમોશનલ કરી દેશે. સ્ટોરી 2 ગર્લ્સની આસપાસ ફરે છે. સ્વભાવે બેફિકર અને આખા બોલા છોકરા તરીકે કૃણાલ ફ્રેમમાં આવે છે. 

લવ ટ્રાયએંગલ એ કોઈ નવીવાત નથી પણ ફિલ્મ જે રીતે આગળ વધે છે એમ એમાં ઈમોશન વધારે અટેચ થઈ જાય છે. ફિલ્મનું મોટાભાગનું શુટિંગ વિદેશમાં થયું છે એટલે એ ફ્લેર અલગ પડે છે. રોમેન્ટિક અહેસાસ થશે પણ ક્યાંક વાર્તાનું સસ્પેન્સ છેક સુધી બેસાડી રાખશે એવું ટ્રેલર પરથી કહી શકાય છે. સ્ટોરીમાં દમ છે કે નહીં એ તો 19 મી જુન બાદ ખ્યાલ આવશે. બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે એ પણ સામે આવશે.