Tue Sep 15 2026

Logo

સુંદરતાના ખોટા માપદંડો અને માતૃત્વનો સંઘર્ષ! કિયારા અડવાણીએ બોલીવૂડ અને સમાજને અરીસો બતાવ્યો...

2026-06-01 21:44:19
Author: Darshana Visaria
સુંદરતાના ખોટા માપદંડો અને માતૃત્વનો સંઘર્ષ! કિયારા અડવાણીએ બોલીવૂડ અને સમાજને અરીસો બતાવ્યો...

બોલીવૂડની લોકપ્રિય એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં મધરહૂડ એન્જોય કરી રહી છે. જોકે, કિયારા પોતાની એક્ટિંગની સાથે સાથે બેધડક પોતાના વિચારો વ્યક્ત કરવાને કારણે પણ ચર્ચામાં રહેશે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુને કારણે કિયારા ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. કિયારાના આ ઈન્ટરવ્યુને કારણે નેટિઝન્સ બે ભાગમાં વહેંચાઈ ચૂક્યા છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ વિસ્તારથી...

કિયારા અડવાણી હાલમાં ફિલ્મોથી દૂર મધરહૂડને એન્જોય કરી રહી છે. કિયારાએ હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં બાળકના જન્મ પછી મહિલાઓને જે મેન્ટલ એન્ડ ફિઝિકલ પ્રેશરમાંથી પસાર થવું પડે છે, એ અંગે ખૂબ જ ગંભીરતાથી વાત કરી છે. કિયારાએ ખાસ કરીને ડિલિવરી પછી મહિલાઓના બદલાતા વજન અને શરીરને લઈને સમાજની બેવડી માનસિકતા પર આકરા પ્રહારો કર્યા છે.

કિયારા અડવાણીએ સમાજમાં પ્રવર્તતી કડવી વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે જ્યારે કોઈ મહિલા બાળકને જન્મ આપે છે, ત્યારે તેને 'દેવી'ની જેમ પૂજવામાં આવે છે અને ખૂબ સન્માન આપવામાં આવે છે. પરંતુ, આ સમયગાળો પૂરો થતાં જ લોકો તેની શારીરિક સ્થિતિની આલોચના કરવાનું શરૂ કરી દે છે. ડિલિવરી પછી વધેલા વજનને કારણે મહિલાઓને મોટી કહીને બોડી શેમિંગ કરવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ છે.

કિયારાના જણાવ્યા અનુસાર, બાળકના જન્મ બાદ મહિલાનું આખું જીવન બદલાઈ જાય છે. મહિલા બાળકને ઉછેરવા માટે લોહી પાણી કરે છે, તેમ છતાં લોકો તેના દેખાવ પરથી તેનું મૂલ્યાંકન કરે છે. ગર્ભાવસ્થા પછી શરીરની કાળજી લેવી અને વજન વધવું એ કુદરતી પ્રક્રિયા છે, પરંતુ સમાજ તેને સ્વીકારવાને બદલે મહિલાઓ પર જલ્દી ફિટ થવાનું અને આકર્ષક દેખાવાનું અવાસ્તવિક દબાણ બનાવે છે.

કિયારાએ વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે, આ પ્રકારનું સામાજિક દબાણ નવી માતા બનેલી સ્ત્રીઓના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. ડિલિવરી પછી મહિલાઓ પહેલેથી જ હોર્મોનલ ફેરફારો અને થાકનો સામનો કરતી હોય છે, તેવામાં સુંદરતાના આ નકલી માપદંડો તેમને ડિપ્રેશન તરફ ધકેલી શકે છે.

બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીના આ કમેન્ટની સોશિયલ મીડિયા પર ફેન્સ અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે ગ્લેમર ઈન્ડસ્ટ્રીની ટોચની એક્ટ્રેસ હોવા છતાં કિયારાએ જમીની હકીકત અને મહિલાઓના આ દર્દને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે.