મલયાલમ ભાષા અને સાંસ્કૃતિક ઓળખને મહત્વ આપવા રાજ્યના નિર્ણય પર કેન્દ્રની મહોર
નવી દિલ્હીઃ દેશના રાજ્યોના નામ બદલવાની ચર્ચા ફરી તેજ બની ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પ્રધાનમંડળની બેઠકમાં કેરળ સરકારના રાજ્યના નામ બદલવાના પ્રસ્તાવ પર મંજૂરીની મહોર મારી છે. આઝાદી પછી અનેક રાજ્યના નામ બદલવામાં આવ્યા છે, ત્યારે હવે વધુ એક રાજ્ય યાને કેરળનું નામ બદલીને કેરલમ કરવાના પ્રસ્તાવ પર મંજૂરી મારવામાં આવી છે.
મલયાલમ ભાષામાં કેરલમ કહેવાય છે
આ અગાઉ કેરળ વિધાનસભામાં તેને સત્તાવાર રીતે રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે અને સ્થાનિક લોકોએ એવી દલીલ કરી હતી મલયાલમ ભાષામાં રાજ્યને કેરલમ જ કહેવામાં આવે છે.
Kerala Tourism
નામ બદલવાથી સાંસ્કૃતિક રીતે લાભ થશે
આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના પ્રસ્વાત પર મંજૂરીની મહોર મારીને કેન્દ્ર સરકારે પોતાનો હાથ ઊંચો રાખ્યો છે, જે મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી રાજ્યને સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વધુ મજબૂતાઈ મળશે. કહેવાય છે કે આ નિર્ણય પછી રાજ્યની પોતાની ઓળખને તેની મૂળ ભાષાથી વધુ નજીક લાવવાનો માર્ગ પણ મોકળો થશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારનો નિર્ણય વ્યૂહાત્મક
કેરળ નામ બદલવાની માંગણી પર વિધાનસભાની ચૂંટણી પૂર્વે કરવામાં આવી હતી અને હવે એના પહેલા સરકારે પણ મંજૂરીની મહોર મારી છે. રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારે પણ વ્યૂહાત્મક નિર્ણય લીધો હોવાનું રાજકીય વર્તુળો માની રહ્યા છે. એક રીતે રાજ્યની જનતાને રિઝવવાનો ઉદ્દેશ હોવાનું લોકો માની રહ્યા છે.
આ અગાઉ કયા રાજ્યના નામ બદલવામાં આવ્યા?
પહેલી નવેમ્બર 1956ના આ વિસ્તાર ત્રાવણકોર-કોચીનના નામથી ઓળખતા હતા, ત્યાર પછી એનું નામ બદલીને કેરળ કરવામાં આવ્યું હતું. કેરળ પહેલા આંધ્ર સ્ટેટનું નામ પણ આંધ્ર પ્રદેશ કરવામાં આવ્યું હતું, જ્યાં સૌથી વધુ તેલુગુ લોકો રહે છે. ઉત્તર પ્રદેશને પણ યુનાઈડેટ પ્રોવિન્સ તરીકે ઓળખતા હતા, જેનું નામ 1950માં સત્તાવાર રીતે બદલીને ઉત્તર પ્રદેશ (યુપી) કર્યું હતું.
મિડલ ઈન્ડિયા યાને મધ્ય ભારતનું નામ પણ બદલીને 1959માં મધ્ય પ્રદેશ કરવામાં આવ્યું હતું. એ જ રીતે ભાષા અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વ આપીને તમિલનાડુને મદ્રાસ કહેવાતું હતું, જેનું નામ બદલીને તમિલનાડુ કર્યું હતું. 1973માં મૈસુર સ્ટેટનું નામ બદલીને કર્ણાટક કર્યું હતું. લક્ષદ્વીપ, પુડ્ડુચેરી, ઉત્તરાખંડ તથા ઓરિસ્સાનું નામ પણ ઓડિશા કરવામાં આવ્યું હતું.