(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: આમ આદમી પાર્ટી (આપ) દ્વારા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે સોમનાથથી શરૂ કરવામાં આવેલી 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા'ના સમાપન પ્રસંગે ગાંધીનગરના રામકથા મેદાનમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત આપના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જનમેદનીને સંબોધિત કરી હતી. અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કેજરીવાલે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, બોટાદના હડદડની ઘટનાથી ભાજપે ગુજરાતના ખેડૂતોને સંદેશ આપ્યો હતો કે જો કોઈ અવાજ ઉઠાવશે તો તેમના પણ આ જ હાલ થશે. તેમણે ખડૂતોને આગામી ચૂંટણીમાં ભાજપને મત નહિ આપવાના સોગંધ ખાવાની હાકલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે મનેરગા કૌભાંડનો અવાજ ઉઠાવવા બદલ ચૈતર વસાવાને જેલમાં ધકલી દેવામાં આવ્યા હતા. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત પદસ્થ મુખ્ય પ્રધાનને ખોટા કેસમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા, કોર્ટે ભાજપના આરોપોને ફગાવી દીધા હતા.
તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં ખેડૂતો, યુવાનો પ્રગતિ નહિ કરી રહ્યા, પરંતુ માત્ર ભાજપના નેતાઓ પ્રગતિ કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓના સયુંકત બિઝનેસ ચાલે છે. ગુજરાતમાં પેપરલીક થાય છે અને તે ભાજપના નેતાઓ દ્વારા જ કરવામાં આવતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
આદિવાસી નેતા અને AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ગરીબો અને આદિવાસીઓના હકો માટે અવાજ ઉઠાવ્યો, પ્રવીણ રામે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા.
— AAP Gujarat (@AAPGujarat) March 8, 2026
ભાજપે મારા ઉપર પણ ખોટા આરોપો લગાવ્યા અને મને જેલમાં મોકલ્યો, અમારા નેતાઓના ઘરે રેડ પાડી છતાંય કઈ મળ્યું નહીં.
ભાજપે… pic.twitter.com/ZL272U7rqd
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી કરવામાં આવે છે, કોલેજોમાં ડ્રગ્સ મળે છે. જો કે ગુજરાતમાં ડ્રગ્સ કે દારૂ વેચનારને નહિ ખેડૂતોને જેલમાં મોકલવામાં આવે છે. ગઇકાલે જે નેતાઓ સ્કૂટર પર ફરતા આજે તેમની પાસે મોંઘીદાટ ગાડીઓ છે તેમ આરોપ કર્યો હતો.