Wed Sep 09 2026

Logo

કરુર ભાગદોડ કેસમાં સુપ્રીમ કોર્ટે વિજય સરકારને આપી રાહત,  મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર લગાવી રોક

2026-08-14 19:31:37
Author: Mumbai Samachar Team
કરુર ભાગદોડ કેસમાં સુપ્રીમ કોર્ટે વિજય સરકારને આપી રાહત,  મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર લગાવી રોક

કરુરઃ તમિલનાડુના કરુર જિલ્લામાં તમિલગા વેટ્ટી કઝગમ (ટીવીકે) રેલી દરમિયાન થયેલી દુ:ખદ ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને સરકારી નોકરી આપવાના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને વચગાળાની રાહત આપી છે. રાજ્ય સરકારે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં પીડિતોના પરિવારોને સરકારી નોકરીઓ આપતા સરકારી આદેશને રદ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે.

મામલો આખો આ હતો

મદ્રાસ હાઈકોર્ટે તેને અનુકંપા નિમણૂક (રહેમરાહે નોકરી) અંગેના નિર્ણયને સ્થાપિત કાનૂની સિદ્ધાંતો વિરુદ્ધ જાહેર કર્યો હતો અને તેને રદ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.નોંધનીય છે કે,તા. 10 જૂલાઈના રોજ મુખ્યપ્રધાન વિજયે કરુરમાં 27 સપ્ટેમ્બર, 2025ના રોજ થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલા 31 લોકોના પરિવારજનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો આપ્યા હતા.  

આ ભાગદોડ વિજયની રેલીમાં થઈ હતી. જેમાં 41 લોકોના મોત થયા હતા અને 60થી વધુ ઘાયલ થયા હતા. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે એ અરજીકર્તાઓ અને અન્ય લોકોને નોટિસ જાહેર કરી હતી જેમણે સરકારી આદેશને પડકાર્યો હતો. 

સરકારી આદેશને રદ્દ કર્યો

ખંડપીઠે રાજ્ય સરકારના આદેશને પડકારનારી પીઆઈએલના અરજીકર્તાઓને સવાલ કર્યો હતો કે તમે સરકારની નીતિ પર સવાલ ઉઠાવનારા કોણ છો? આ ઘટનામાં પરિવારનો એકમાત્ર કમાણી કરનાર વ્યક્તિનું મોત થયું હશે તો શું સરકારે તેમની દીકરી કે દીકરાને નોકરી ન આપવી જોઈએ? સુપ્રીમ કોર્ટનો આ આદેશ રાજ્ય અને અન્ય લોકો દ્વારા હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી પર આવ્યો હતો.

મદ્રાસ હાઇકોર્ટે 27 જૂલાઈના રોજ નાસભાગમાં માર્યા ગયેલા પરિવારજનોને સરકારી નોકરી આપવાના વિજય સરકારના આદેશને રદ કર્યો હતો. કોર્ટે કર્યું હતું કે આનાથી આ પ્રકારની અન્ય માંગણીઓ શરૂ થઈ જશે.  હાઈકોર્ટે કહ્યું હતું કે સરકારી વિભાગોમાં અનુકંપાના આધાર પર