Mon Oct 05 2026

Logo

જજ સાહેબ ભચાઉ બસ સ્ટેન્ડમાં બાઇક પાર્ક કરી અમદાવાદ ગયા અને પછી...

2026-07-22 11:16:00
Author: Mumbai Samachar Team
જજ સાહેબ ભચાઉ બસ સ્ટેન્ડમાં બાઇક પાર્ક કરી અમદાવાદ ગયા અને પછી...

ભુજ: ભચાઉ બસ સ્ટેશન વિસ્તારમાંથી ન્યાયાધીશના રૂ.25,000ની કિંમતના મોટરસાઇકલ ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પાંચમા અધિક જિલ્લા અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ દ્વારા ભચાઉ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, ભચાઉ ન્યાયાધીશ આવાસમાં રહેતા અને પાંચમા અધિક જિલ્લા અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી. એ. ચોઈથાણી ગત તા.12 જુલાઇના રોજ કોઈ કામસર બહારગામ જવા રવાના થયા હતા. તેમણે પોતાનું મોટરસાઇકલ (NO. GJ-01-NK-4915) બસ સ્ટેશન નજીક પાર્ક કર્યું હતું. ત્યારબાદ તા. 15 જુલાઇના રોજ અમદાવાદથી પરત ફરતાં પાર્કિંગ સ્થળે વાહન મળી આવ્યું ન હતું.

સ્થાનિક સ્તરે શોધખોળ કરવા છતાં બાઇકનો કોઈ પત્તો ન લાગતાં આખરે ન્યાયાધીશે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યાં છે.

ઉત્સવ વૈદ્ય