નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં આજે 47મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઊ સુપર જાયટન્સ વચ્ચે રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ મુકાબલો સાંજે 7.30 કલાકથી રમાશે. આઈપીએલ પોઈન્ટ ટેબલમાં હાલ બંને ટીમો તળિયે છે. મુંબઈ 9મા સ્થાને લખનઊ 10મા ક્રમે છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની અને પંત લખનઊ સુપર જાયન્ટ્સની કેપ્ટનશિપ કરી રહ્યા છે. આજે આ બંને ટીમમાંથી કોઈ એકની ચાલુ સીઝનની આઈપીએલ સફર ખતમ થઈ જશે.
પંતની કેપ્ટનશિપવાળી લખનઊની ટીમને બેટિંગમાં વારંવાર મળતી અસફળતાના કારણે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યરે તેમના બોલર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ગત મેચમાં મોહસિન ખાનની શાનદાર બોલિંગ પર પાણી ફરી વળ્યું હતું. જ્યારે નિકોલસ પૂરન સાથે જોડાયેલો એક વિવાદાસ્પદ સુપર ઓવરનો નિર્ણય ટીમને ભારે પડ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય ખેલાડીઓ કેપ્ટન હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્માના સતત ઉતાર-ચઢાવ પ્રદર્શનની અસર ટીમ પર પડી છે. હાર્દિકની કેપ્ટનશિપ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. હેમસ્ટ્રિંગની ઈજાના કારણે રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ નબળી પડી રહી છે.
લખનઊની સંભવિત પ્લેઈંગ 11: મિચેલ માર્શ, એડન માર્કરમ, પંત, જોશ ઈંગલિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસિન ખાન, પ્રિન્સ યાદવ, મણિમરણ સિદ્ધાર્થ/જોર્જ લિંડે
મુંબઈની સંભવિત પ્લેઈંગ 11: વિલ જેક્સ, રિકલટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, હાર્દિક પંડ્યા, રોબિન મિંજ, કોર્બિન બોશ, ગજનફર, જસપ્રીત બુમરાહ, અશ્વિની કુમાર