Fri Oct 02 2026

Logo

જામનગરના કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી પર એસ.ઓ.જી.ની રેડ

2026-09-29 15:48:18
Author: Mumbai Samachar Team
જામનગરના કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી પર એસ.ઓ.જી.ની રેડ

૧૨૦૦ લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ બનાવવાનો પાવડર જપ્ત

જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી સામે જામનગર એસ.ઓ.જી. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે ડેરી ખાતે દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે ૧૨૦૦ લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી તથા ૭૫ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. પોલીસે શંકાસ્પદ સામગ્રી કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા કબજે કરાયેલા દૂધ તથા અન્ય સામગ્રીના નમૂનાઓ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સામગ્રીમાં ભેળસેળ કરવામાં આવી હતી કે કેમ તે અંગે જરૂરી તપાસ અને નમૂનાઓની ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર એસ.ઓ.જી. પોલીસની આ કાર્યવાહીને પગલે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.