Sat Aug 22 2026

Logo

જમ્મુ કાશ્મીરના સોપારમાંથી 45 સ્ક્રેપ મોર્ટાર શેલ મળ્યા, તપાસ શરૂ

2026-08-05 18:58:32
Author: Chandrakant Kanoja
Article Image

સોપાર: જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત  સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સોપારના એક ઘરમાંથી 45 સ્ક્રેપ મોર્ટાર શેલ મળી આવ્યા છે. જેને જપ્ત કરીને તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું

પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ  સોપોર, સીઆરપીએફ ની 177મી બટાલિયન અને સેનાની 52 રાષ્ટ્રીય રાઇફલ્સે સંયુક્ત રીતે અમરગઢ પોલીસ સ્ટેશન હદ હેઠળના ઘાટ નિંગલી અને શીર કોલોની વિસ્તારોમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

સુરક્ષા એજન્સીઓએ જપ્ત કરાયેલા શેલને કબજે લીધા

આ સર્ચ ઓપરેશન દરમિયાન શીર કોલોનીમાં શાહબાઝ અઝીઝ ડારના ઘરમાંથી  45 સ્ક્રેપ મોર્ટાર શેલ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ભંગારનો સામાન છે. સુરક્ષા એજન્સીઓએ જપ્ત કરાયેલા શેલને કબજે લીધા છે. પોલીસે જણાવ્યું હતું કે આ મામલાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવ્યું હતું.