Sun Apr 12 2026

Logo

યુદ્ધમાં ઈઝરાયલે 'હદ' પાર કરી?: લેબનોનમાં 'વ્હાઈટ ફોસ્ફરસ'નો ઉપયોગ કર્યાનો દાવો

Tel Aviv   2026-03-09 17:05:45
Author: Mumbai Samachar Team
Article Image

હ્યુમન રાઈટ્સ વોચનો સનસનીખેજ દાવો: જાણો કેમિકલ કેટલું ખતરનાક છે

બૈરુત/તહેરાન/તેલ અવીવઃ ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવે નહીં એને લઈ અમેરિકા સતત ઈરાન પર દબાણ કરી રહ્યું હતું અને યુદ્ધના માર્ગે છે. હવે ઈરાન પર અમેરિકાના કોઈ પણ દબાણને આધીન થયા વિના યુદ્ધમાં છેડી દીધું છે, પરંતુ હવે આ યુદ્ધ કદાચ કેમિકલ માર્ગે જઈ રહ્યું હોવાનું જણાય છે. ઈઝરાયલ લેબનોન સ્થિત હિઝબુલ્લાહના ઠેકાણાઓને ટાર્ગેટ કરવા માટે વ્હાઈટ ફોસ્ફોરસનો ઉપયોગ કર્યો હોવાનો સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે.

ઈરાન પછી લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલા કરવાના બહાને ઈઝરાયલે લેબનોના રહેવાસી વિસ્તારોમાં વ્હાઈટ ફોસ્ફરસ શેલનો ઉપયોગ કર્યો છે. માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ વોચએ ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું હતું કે ઈઝરાયલે દક્ષિણ લેબનોના યોહમોર ગામમાં વ્હાઈટ ફોસ્ફરસ શેલથી હુમલો કર્યો હતો, જે જોખમી રસાયણના હુમલાથી અનેક લોકોનાં મોત થયા છે. જોકે, હ્યુમન રાઈટ્સના દાવા અંગે ઈઝરાયલની કોઈ પ્રતિક્રિયા આવી નથી.

રહેવાસીઓને ઘર ખાલી કરવાની ચેતવણી આપી

હ્યુમન રાઈટ્સ વોચે નવો દાવો કરતા સાત તસવીર રિલીઝ કરી છે, જેમાં હ્યુમન રાઈટ્સે દાવો કર્યો છે જિયોલોકેટ અને વેરિફાઈ કરીને ઈઝરાયલે દક્ષિણ લેબનોનના યોહમોર ગામના રહેવાસી વિસ્તારોમાં આર્ટિલરીનો ઉપયોગ કરીને વ્હાઈટ ફોસ્ફરસના શેલ છોડવામાં આવ્યા હતા. ઈઝરાયલની સેનાએ ગામના રહેવાસીઓ અને દક્ષિણ લેબનોનના ડઝનેક ઘરોના લોકોને ખાલી કરવાની ચેતવણી પણ આપ્યા પછી હુમલો કર્યો હતો, પરંતુ એનાથી નુકસાન થયું કે નહીં એની જાણ થઈ નથી.

વ્હાઈટ ફોસ્ફરસથી જોખમ કેમ હોય છે

વ્હાઈટ ફોસ્ફરસથી જોખમ કેમ હોય છે એ સવાલનો જવાબ પણ જાણી લો. સફેદ ફોસ્ફરસ એક ખતરનાક રાસાયણિક પદાર્થ છે, જે મીણ જેવું અને પીળું અથવા સફેદ દેખાય છે, જ્યારે તેની ગંધ પણ લસણ જેવી હોય છે. હવામાં ઓક્સિજનના સંપર્કમાં આવ્યા પછી ઓટોમેટિક બળતરા થાય છે અને 815 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ઊભું કરે છે. સામાન્ય રીતે માનવી પચાસ ડિગ્રીનું તાપમાન સહન કરી શકતો નથી, પરંતુ જો 815 ડિગ્રી થાય તો શું થાય. 

વ્હાઈટ ફોસ્ફરસનો ઉપયોગ કરવાનું ગેરકાનૂની

સફેદ ફોસ્ફરસ માનવી પર ગંભીર અસર કરે છે, જે ચામડીને બાળી નાખવાની સાથે હાડકાને પણ નુકસાન પહોંચાડે છે, જેનો ઘા પણ ઝડપથી ભરાતો નથી. સફેદ ફોસ્ફરસનો ધુમાડો ફેફસાને નુકસાન પહોંચાડે છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે, જે મોતનું પણ કારણ બની શકે છે. ચામડી અને માંસને નુકસાન પહોંચાડે છે. વ્હાઈટ ફોસ્ફરસનો ઉપયોગ કરવાનું ગેરકાનૂની છે.

રહેવાસી વિસ્તારોમાં ફેંકવામાં આવે તો આગ લાગી શકે છે, જ્યારે માનવજીવન પર ગંભીર અસરો ઊભી કરે છે. નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું કે ઈઝરાયલી સેનાએ રહેવાસી વિસ્તારોમાં વ્હાઈટ ફોસ્ફરસનો ઉપયોગ કર્યો ગેરકાનૂની અને ચિંતાજનક બાબત છે, જેનાથી ગંભીર પરિણામો આવશે. 

ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં લેબનોનમાં 400 જણનાં મૃત્યુ

લેબનોનના આરોગ્ય મંત્રાલયના દાવા અનુસાર બીજી માર્ચ 2026થી આઠમી માર્ચ સુધીમાં ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં 400 લોકો માર્યા ગયા છે, જેમાં 83 બાળક, 42 મહિલા અને નવ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઈઝરાયલના હુમલામાં 1,130 લોકોને ઈજા પહોંચી છે, જેમાં 254 બાળક છે, જ્યારે 272 મહિલાનો સમાવેશ થાય છે. 

ઈઝરાયલે મુખ્યત્વે દક્ષિણ લેબનોન, પૂર્વ બેકાં ઘાટી અને બૈરુતના દક્ષિણ ઉપનગરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ નુકસાન રહેવાસી વિસ્તારોમાં થયું છે. સરકારે પણ આ યુદ્ધને માનવીય સંકટ ગણાવ્યું હતું. સરકારે દાવો કર્યો હતો કે આ ગંભીર માનવસર્જીત સંકટ છે. રહેવાસી વિસ્તારોમાં કેમિકલ ફેંકવાની બાબત મોતનું કારણ બની રહી છે, પરંતુ જીવતા લોકોમાં પણ ઓર્ગન ફેઈલ્યોર અને ઈન્ફેક્શન વધી રહ્યું છે, જે ગંભીર વાત છે.