Sun Apr 12 2026

Logo

ઈરાને પહેલી વાર ઇઝરાયલ પર ક્લસ્ટર બોમ્બથી કર્યો હુમલો: અનેક શહેરોને હાઈ એલર્ટ કરાયા...

tehran   2026-03-09 22:04:17
Author: Viral Rathore
Article Image

તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં દિવસે દિવસે આગ વધુ ભભૂકી રહી છે. સામસામે મિલાઈલ અને ડ્રોન હુમલાને કારણે રાત વધારે ભયાનક બની રહી છે. રાત પડતા જ આકાશમાંથી બોંબ વર્ષા થઈ રહી છે. આ લડાઈમાં અનેક એવા તેલ ટર્મિનલ નષ્ટ થઈ ચૂક્યા છે. તહેરાનના આકાશમાં દિવસે કાળા ધુમાડા દેખાય છે અને રાત પસાર કરવી જોખમી બને છે. આ માહોલ વચ્ચે હવે મોટી અપડેટ એ છે કે, ઈરાને ક્લસ્ટ બોંબનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ઈરાન હવે ક્લસ્ટ બોંબ વાળી બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરે છે. હવે જેરૂસલેમના વિસ્તારમાં બેલેસ્ટિક મિસાઈલ જોવા મળી હતી. 

બોંબમારો શરૂ
જેરૂસલેમના વિસ્તારમાં નાના બોંબથી વાર કરવામાં આવી રહ્યો છે. આ ક્લસ્ટર બોંબ હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાંતોએ સમજાવ્યું હતું કે, મિસાઈલનમાં કાર્ગો વોરહેડ લાગેલો હોય છે. જેના કારણે એક જ મિસાઈલથી અલગ અલગ જગ્યાઓ પર બોંબમારો કરી શકાય છે. ક્લસ્ટર બોંબને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અનેક રાષ્ટ્ર અને રાષ્ટ્રના સંગઠન આ બોંબના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટેની માગ કરી રહ્યા છે. આવું એટલા માટે કારણ કે, આ બોંબ મોટા વિસ્તારમાં પડે ત્યારે સર્વનાશ થાય છે. યુદ્ઘ ખતમ થયા બાદ પણ લાંબા સમય પછી સામાન્ય લોકો માટે જોખમ બની રહે છે. 

એક્સપર્ટનો મત
યુદ્ધની સ્થિતિને લઈને એકસપર્ટ કહે છે કે, યુદ્ધમાં આ પહેલા પણ ક્લસ્ટર બોંબનો ઉપયોગ થયો છે. ઈઝરાયલે જ લેબનન સામેના યુદ્ધમાં ક્લસ્ટર બોંબનો ઉપયોગ કર્યો હતો. રશિયા અને સિરિયા સહિત અનેક દેશે પણ આ હથિયાનો ઉપયોગ કર્યો છે. સવાલ એ પણ ચર્ચામાં છે કે, ક્લસ્ટર બોંબને કારણે આટલું નુકસાન થઈ રહ્યું છે કે, આકાશમાં થયેલા ઈન્ટરસેપ્શનને કારણે કાળમાળને કારણે નુકસાન થઈ રહ્યું છે. ઉત્તરીય તેલ અવીવ વિસ્તારમાં ઈરાની મિસાઈલ મારો કરવામાં આવ્યો છે. આ મિસાઈલ મારાને કારણે સમગ્ર તેલ અવીવમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ઈરાન તરફથી થઈ રહેલા હુમલાને કારણે ઈઝરાયલને પણ ભોગવવાનો વારો આવ્યો છે. 

ઈઝરાયલનું નિવેદન
ઈઝરાયલે યુદ્ધના માહોલમાં નિવેદન આપ્યું છે કે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 લોકોનાં જીવ ગયા છે. ઈઝરાયલની એન્ટિ ડ્રોન સિસ્ટમ અને એન્ટિ મિસાઈલ સિસ્ટમને દુનિયાની સૌથી શ્રેષ્ઠ સુરક્ષા સિસ્ટમ માનવામાં આવે છે. આ બન્ને સિસ્ટમ હવામાંથી આવતા વારને હવામાં જ નષ્ટ કરી દે છે. ઈરાન તરફથી સતત હુમલા થઈ રહ્યા છે ઈઝરાયલે દેશના ઘણા વિસ્તારને હાઈએલર્ટ પર મૂકી દીધા છે. ઈઝરાયલે આ જોખમથી બચવા માટે કેટલીક વ્યવસ્થાઓ પણ કરી છે. ઈરાન તરફથી જે કોઈ મિસાઈલ છૂટે ત્યારે ઈઝરાયલમાં મોટેથી સાયરન વાગે છે. સાયરન વાગતા જ લોકો સુરક્ષિત ઠેકાણા પર પહોંચી જાય છે. 

બોંબ શેલ્ટર બનાવાયા
ઈઝરાયલે કેટલાક વિસ્તારમાં બોંબ શેલ્ટર પણ બનાવી દીધા છે. આ બોંબ શેલ્ટર લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જ્યારે ડ્રોન હુમલો થાય છે કે મિસાઈલ મારો થાય ત્યારે જમીન પર આવતા જ આગ ફાટી નીકળે છે જે આસપાસની વસ્તુઓમાં પ્રસરતા આગ વકરે છે. ઈઝરાયલમાં જનજીવન અત્યાર સુધી સામાન્ય હતું. સાયરનને કારણે પરિસ્થિતિ થોડી વણસી રહી છે. બીજી તરફ ઈરાન હવે લડી લેવાના મૂડમાં છે. ઈઝરાયલે ઈરાનના તેલ ટર્મિનલનો ખાતમો બોલાવ્યા બાદ ઈરાન વધારે ગુસ્સે ભરાયું હતું.