Wed Aug 26 2026

Logo

‘હાથ હજુ ટ્રિગર પર જ છે!’ ટ્રમ્પે યુદ્ધવિરામ જાહેર કર્યા બાદ ઈરાનની ગર્જના

Tehran   2026-04-08 15:03:00
Author: Savan Zalariya
‘હાથ હજુ ટ્રિગર પર જ છે!’ ટ્રમ્પે યુદ્ધવિરામ જાહેર કર્યા બાદ ઈરાનની ગર્જના

તેહરાન: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર બે અઠવાડિયા માટે હુમલા રોકવાની જાહેરાત કરી છે. ઇરાને મુકેલી 10 માંગો યુએસએ સ્વીકાર્યા બાદ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી. એવામાં ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ ઈરાનના સશસ્ત્ર દળોને હુમલા બંધ કરવામાં આદેશ આપ્યો છે, સાથે તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે હજુ યુદ્ધનો અંત આવ્યો નથી.
ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (IRIB) પર આપેલા એક નિવેદનમાં ખામેનીએ કહ્યું: "હજુ યુદ્ધનો અંત નથી આવ્યો, પરંતુ તમામ લશ્કરી શાખાઓએ સર્વોચ્ચ નેતાના આદેશનું પાલન કરવું જોઈએ અને ગોળીબાર બંધ કરવો જોઈએ."

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધવિરામનો અર્થ એ નથી કે યુદ્ધનો અંત આવી ગયો, જો યુએસ કે ઈઝરાયલ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે, તો ઈરાનનાં હાથ ટ્રિગર પર જ રહેશે, એટલે કે ઈરાન હુમલા માટે તૈયાર રહેશે.
“સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે”

યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે એક નિવેદનમાં કહ્યું: "એ સ્પષ્ટ કરવા ઇચ્છીએ છીએ કે આ યુદ્ધના અંત નથી... અમારા હાથ ટ્રિગર પર રહેશે, અને જો દુશ્મન દ્વારા સહેજ પણ ભૂલ કરવામાં આવશે, તો તેઓ સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે."

ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે ઈરાનના લોકોને સંબોધીને કહ્યું, "અમે મહાન રાષ્ટ્ર ઈરાનને  ખુશખબર આપવા ઇચ્છીએ છીએ કે યુદ્ધના લગભગ તમામ ઉદ્દેશ્યો પ્રાપ્ત થઈ ગયા છે, અને તમારા બહાદુર બાળકોએ દુશ્મનોને લાચારી અને કાયમી હાર તરફ ધકેલી દીધા છે."