Sat Mar 07 2026

Logo

યુદ્ધના માહોલમાં ખબર છે દુનિયાના સૌથી સુરક્ષિત શહેર, જ્યાં તમે સુખ-શાંતિથી રહી શકો

Taiwan   3 days ago
Author: Tejas Rajpara
Article Image

છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા સીધા સંઘર્ષને કારણે આ ક્ષેત્રના અત્યંત સુરક્ષિત મનાતા શહેરો પણ હવે ભયના ઓથાર હેઠળ છે. સામાન્ય રીતે જે શહેરોને વૈશ્વિક સંઘર્ષોથી મુક્ત અને સુરક્ષિત આશ્રયસ્થાન માનવામાં આવતા હતા, તે અબુ ધાબી અને દુબઈ જેવા આધુનિક અને સુરક્ષિત ગણાતા શહેરો પર પણ હવે પ્રાદેશિક અસ્થિરતાની અસર વર્તાઈ રહી છે. બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણોએ પ્રવાસીઓ અને રોકાણકારોમાં ચિંતા જગાવી છે, પરંતુ આ માહોલ વચ્ચે દુનિયાના એવા દેશના શહેર છે, જે સૌથી વધુ સુરક્ષિત મનાય છે, જ્યાં તમે સુખશાંતિથી રહી શકો છો.

ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની વ્યાપક અસર
મળતા અહેવાલો મુજબ ઈરાનના વિવિધ ઠેકાણાઓ પર કરવામાં આવેલા સૈન્ય હુમલા બાદ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. ખાડી દેશોમાં આવેલા અમેરિકાના મહત્વના સૈન્ય મથકો અને અન્ય વ્યૂહાત્મક સ્થળો પર મિસાઈલ તેમ જ ડ્રોન હુમલાઓની અસર જોવા મળી છે. દુબઈ જેવા મોટા વેપારી મથકો સુધી આ સંઘર્ષની પહોંચ થતા હવે વૈશ્વિક સ્તરે સુરક્ષાના માપદંડો પર ફરીથી વિચાર કરવાની જરૂર ઊભી થઈ છે, કારણ કે આ તણાવ હવે માત્ર બે દેશો પૂરતો મર્યાદિત રહ્યો નથી અને તેની અસર આસપાસના સુરક્ષિત વિસ્તારો પર પણ પડી રહી છે.
યુદ્ધ અને તણાવની આ સ્થિતિ વચ્ચે તાજેતરના સેફ્ટી ઇન્ડેક્સના આધારે વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા શહેરોની એક યાદી સામે આવી છે. આ આંકડાઓ લોકોના અનુભવો અને સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાના સર્વેક્ષણો પર આધારિત છે. 

શાંતિપૂર્ણ દેશોની સ્થિતિ: ક્યાં રહેવું સૌથી સલામત?
જો પ્રાદેશિકસ્તરે સુરક્ષાની વાત કરીએ તો વર્ષ 2025-26ના ગ્લોબલ પીસ ઇન્ડેક્સના અહેવાલ મુજબ પરિસ્થિતિ અલગ જોવા મળે છે. આ રિપોર્ટમાં હિંસાનો દર, અપરાધ અને રાજકીય સ્થિરતા જેવા 23 જેટલા વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ આંકડાઓ મુજબ આઈસલેન્ડ વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ છે. 

ત્યાર બાદ આયર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ, સિંગાપોર, પોર્ટુગલ, ડેનમાર્ક, સ્લોવેનિયા અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે. આ યાદી દર્શાવે છે કે શહેરો ભલે અત્યાધુનિક હોય, પરંતુ દેશની એકંદર શાંતિ માટે સ્થિરતા હોવી અત્યંત જરૂરી છે.

વિશ્વના 10 સૌથી સુરક્ષિત દેશની યાદી પણ જાણી લો
1. કિંગદાઓ (ચીન)
2. અબુ ધાબી (UAE)
3. દોહા (કતાર)
4. શારજાહ (UAE)
5. દુબઈ (UAE)
6. તાઈપેઈ (તાઈવાન)
7. મનામા (બહેરીન)
8. મસ્કત (ઓમાન)
9. ધ હેગ (નેધરલેન્ડ્સ)
10. આઈન્ડહોવન (નેધરલેન્ડ્સ)